જામજોધપુરના ગોપમાં રીક્ષા પલટી જતાં એકનું મોત : બેને ઈજા

પોલીસે રીક્ષા ચાલક સામે ગુનો નોંધ્યો

જામજોધપુર તાલુકા ના જામજોધપુર ના ગોપ ના ડુંગર મ માં મુસાફર ભરેલી રીક્ષા અકસ્માતે પલટી જતા તેમાં બેસેલા એક વૃદ્ધ નું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય બે ને ઇજા પહોંચી હતી. જામનગર માં દરેડ મસીતીયા ગામના માર્ગે રહેતા જયશ્રીબેન સુનિલભાઈ રાઠોડ ,તેમના પતિ સુનિલભાઈ હરેશભાઈ રાઠોડ , પીતા ખીમજીભાઇ મનજીભાઈ ચૌહાણ અને ભાઈ દિલીપભાઈ ખીમજીભાઇ ચૌહાણ વગેરે ગઈકાલે એક રિક્ષામાં જામજોધપુર તાલુકાના ગોપ ગામના ડુંગર બિરાજતા મહાદેવ ના મંદિરે દર્શન કરવા ગયા હતા. દરમિયાન પરત ફરતી વેળા એ રીક્ષા પલટી જતા અકસ્માત થયો હતો. જેમાં ખીમજીભાઈ મનજીભાઈ ચૌહાણ ને ગંભીર ઇજા થવા થી તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અનિલભાઈ અને દિલીપભાઈ ને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે યશ્રીબેન રાઠોડ દવારા રીક્ષા ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામા આવી છે.

રિલેટેડ ન્યૂઝ