પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવે ફાળવેલ ગ્રાન્ટમાંથી સુવિધા વધારવામાં આવી

ત્રંબાના ત્રિવેણી સંગમનો વિકાસ

ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના તત્કાલીન વાઇસ ચેરમેન અને હાલના ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારીના સભ્ય રાજુભાઈ ધ્રુવના સંગીન પ્રયાસો-જહેમત ના કારણે રાજકોટ નજીક આવેલા ત્રયંબેકશ્ર્વર મહાદેવ ત્રિવેણીસંગમ તીર્થધામ ના વિકાસ માટે 4.5 કરોડ રૂૂપિયા જેવી માતબર રકમ ની ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ -રાજય સરકાર દ્વારા ફાળવણી કરવા માં આવી હોવાના કારણે આ તીર્થભૂમિ નો ગરીમાપૂર્ણ વિકાસ થયો છે અને ત્રિવેણીસંગમ ખાતે શ્રદ્ધા, સંસ્કૃતિ અને વિકાસનો દિવ્ય સંગમ જોવા મળી રહ્યો છે. આવા આ ત્ર્યંબકેશ્ર્વર મહાદેવ-ત્રિવેણીસંગમ ખાતે તાજેતરની મુલાકાત દરમિયાન રાજુભાઈ ધ્રુવે વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી અને આગેવાનો સાથે ચર્ચા કરી હતી. ત્રયંબેકશ્ર્વર મહાદેવ મંદિર ટ્રસ્ટીગણ ના જણાવ્યા અનુસાર ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના તત્કાલીન ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવના સક્રિય પ્રયાસો અને યાત્રાધામના વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાના પરિણામે ગુજરાત સરકાર – પવિત્ર ત્રંબા યાત્રાધામ વિકાસ વિકાસ બોર્ડ દ્વારા રૂૂ. 4.5 સાડા ચાર કરોડની વિશાળ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. રાજુભાઈ ધ્રુવે કહ્યું હતું કે, આ માત્ર રૂા.4.5 કરોડની ગ્રાન્ટ ન હતી પરંતુ સમાજ ની સાંસ્કૃતિક પરંપરાઓ અને ધર્મભક્તિ તથા આસ્થા પ્રત્યેનું ભાજપ સરકાર દ્વારા થયેલું આદરસન્માન છે,સનાતન સંસ્કૃતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા છે,તીર્થધામોના વિકાસ પ્રત્યેની ભાજપ સરકારની દૃઢ સંકલ્પશક્તિ છે, વિરાસત થી વિકાસ તરફ અવિરત ગતિ અને શ્રદ્ધા સાથે વિકાસને જોડતી વિચારધારાનું જીવંત ઉદાહરણ છે. તેમણે કહ્યુ હતું કે, રાજકોટ શહેર નજીક આવેલ ત્રંબા ગામેં પવિત્ર ત્રિવેણી સંગમ માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ સૌરાષ્ટ્રની સદીઓ જૂની આસ્થા, લોકપરંપરા, સંસ્કૃતિ અને સનાતન શ્રદ્ધાનું જીવંત તીર્થધામ છે.


રિલેટેડ ન્યૂઝ