રાણપુર તાલુકાના ખસ ગામેથી ઇનોવા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

796 બોટલ દારૂ સાથે બે આરોપી ઝડપાયા ; રૂ. 7.73 લાખનો મુદ્દામાલ કબજે, એક આરોપી ફરાર

બોટાદ જિલ્લામાં ગેરકાયદે દારૂની હેરાફેરી અને વેચાણ સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માની સૂચના અને માર્ગદર્શન હેઠળ બોટાદ કઈઇની ટીમે રાણપુર તાલુકાના ખસ ગામેથી ઇનોવા કારમાં ચોરખાનું બનાવી સંતાડવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બે ઈસમોને ઝડપી લીધા હતા. જ્યારે આ દારૂના જથ્થા સાથે સંકળાયેલો એક આરોપી પોલીસની પકડથી દૂર હોવાથી તેને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, બોટાદ કઈઇના ઙઈં જી.એમ. પાવરા અને ઙજઈં એચ.એ. વસાવા સહિતનો પોલીસ સ્ટાફ રાણપુર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાણપુર તાલુકાના ખસ ગામમાં બોટાદ રોડ પર આવેલા ખોડિયાર મંદિર પાસે વોચ ગોઠવવામાં આવી હતી આ દરમિયાન ઇનોવા કારને પોલીસે અટકાવી તપાસ કરતાં કારમાં ખાસ બનાવવામાં આવેલા ચોરખાનામાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી વિદેશી દારૂની કુલ 796 બોટલો ઝડપી પાડી હતી. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી કાર તથા મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.
પોલીસની કાર્યવાહીમાં વિદેશી દારૂની કુલ કિંમત રૂ.2,63,108, ઇનોવા કારની કિંમત રૂ.5,00,000 તેમજ બે મોબાઇલ ફોનની કિંમત રૂ.10,000 મળી કુલ રૂ.7,73,108નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં કઈઇ પોલીસે મોરબીના સાહીલભાઈ કરીમભાઈ મેમણ અને વાંકાનેરના હસનભાઈ હનીફભાઈ કુરેશી નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે આ કેસમાં સંડોવાયેલો બોટાદનો રાહુલભાઈ જાદવભાઈ ઓળકિયા નામનો શખ્સ ફરાર હોવાનું સામે આવ્યું છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોના માટે લઈ જવામાં આવી રહ્યો હતો તેમજ આ સમગ્ર હેરાફેરીમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે સહિતના મુદ્દાઓ અંગે કઈઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ ફરાર આરોપી રાહુલભાઈ જાદવભાઈ ઓળકિયાને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ દિશામાં તપાસ અને કાર્યવાહી તેજ બનાવવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ