વારંવાર ફોલ્ટથી કંટાળેલા ખેડૂતોના ધરણા, બે દિવસમાં સમસ્યા ઉકેલવાની માંગ
અમરેલી જિલ્લાના લાઠીના પીપળવા ગામે ફીડરના કનેક્શનમાં સતત ફોલ્ટ સર્જાતા ખેડૂતો પરેશાન બન્યા છે. હાલ ખેતીની સીઝન સમયે વીજળી માટે આખો દિવસ ખેતરે બેસી રહેવા છતાં અવાર નવાર વીજ પુરવઠો ખોરવાતા રોષે ભરાયેલા ખેડૂતો આજે લાઠી ઙૠટઈક કચેરીએ ધસી ગયા હતા અને ધરણા કરી તાત્કાલિક નિરાકરણની માંગ ઉઠાવી હતી.
લાઠી તાલુકાના પીપળવા ગામના ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી વારંવાર ખોરવાતા વીજ પુરવઠાના કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખેતીની સીઝન દરમિયાન વીજળીની સૌથી વધુ જરૂરિયાત હોવા છતાં ફીડરના કનેક્શનમાં સતત ફોલ્ટ સર્જાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો
થયો છે.
પીપળવા ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ, ખેતરોમાં વીજળી ક્યારે આવશે તેની રાહ જોતા ખેડૂતોને આખો દિવસ ખેતરે બેસી રહેવાની ફરજ પડે છે. પરંતુ વારંવાર ફોલ્ટ સર્જાતાં વીજ પુરવઠો ખોરવાઈ જવાથી સિંચાઈ સહિતની ખેતીની કામગીરી ઉપર સીધી અસર થઈ રહી છે. સીઝનના મહત્વના સમયે વીજળીના ધાંધીયાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ સમસ્યાથી કંટાળેલા પીપળવા ગામના ખેડૂતો એકત્ર થઈ લાઠી ઙૠટઈક કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં ખેડૂતોએ કચેરી ખાતે ધરણા કરી વીજ પુરવઠાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ સાથે રજૂઆત કરી હતી. ખેડૂતો દ્વારા ફીડરના કનેક્શનમાં વારંવાર સર્જાતા ફોલ્ટનું કાયમી નિરાકરણ લાવવા તેમજ નિયમિત અને પૂરતો વીજ પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી હતી.
ખેડૂતોએ સ્પષ્ટ માંગ કરી હતી કે, આગામી બે દિવસમાં વીજળીની સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે. જો બે દિવસમાં સમસ્યા દૂર નહીં થાય તો આગામી દિવસોમાં ઙૠટઈક કચેરી ખાતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતોએ
ઉચ્ચારી હતી.
દરમિયાન લાઠી ઙૠટઈકના અધિકારીએ ખેડૂતોની રજૂઆત સાંભળી યોગ્ય કાર્યવાહી કરી વીજ પુરવઠાની સમસ્યાનું નિરાકરણ લાવવાની બાહેધરી આપી હતી. અધિકારીની ખાતરી બાદ ખેડૂતો દ્વારા હાલ ધરણા પૂર્ણ કરવામાં આવ્યા હતા.
