શિક્ષણને પ્રોત્સાહન આપવાના સેવાકાર્ય બદલ શાળા પરિવારે દાતાશ્રીનો આભાર વ્યક્ત કર્યો
નવરાત્રી નાં પાવન પર્વ ની ઉજવણી પ્રસંગે તાલાલા તાલુકાનાં આંકોલવાડી ગીર ગામની સરકારી કુમાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં દીકરાઓને શાળા પરિસરમાં વધુ સારી બેઠક સુવિધા મળી રહે તેવા ઉમદા હેતુથી દાતાએ શાળાને પાંચ સિમેન્ટની બેન્ચ નું અનુદાન કર્યું..
આંકોલવાડી ગામના સામાજીક અગ્રણી અને લોકસેવક ડો.ગોપાલભાઈ હડિયા એ શાળાને પાંચ સિમેન્ટની બેન્ચ અર્પણ કરી હતી.નવરાત્રીના પાવન પર્વની ઉજવણી દરમિયાન ધાર્મિક ભાવના સાથે શાળાના વિકાસ તથા દીકરાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુ માટે દાતાના સેવાકાર્ય ને શાળા પરિવારે આવકારી દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો.
