અમરેલીમાં યુવા કવિના ગઝલ સંગ્રહ ‘આયના સામે’નું વિમોચન

અમરેલીના કેરિયા રોડ સ્થિત આર. કે. હોલ ખાતે અમરેલીના યુવા કવિ અગન રાજયગુરૂના ત્રીજા ગઝલ સંગ્રહ ‘આયના સામે’નું અનાવરણ યોજાયું હતું.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જાણીતા કવિ ભરતભાઈ વિંઝુડા ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્યથી શરૂ થયેલા કાર્યક્રમમાં વિજય મહેતા,વિષ્ણુ દવે અને બાલાબાપુ એ સંગીતમય સ્વર શુકન કરાવ્યા હતાજેમાં કવિ અગન રાજયગુરૂની ગઝલોનું ગાન કરવામાં આવ્યું હતું.
પુસ્તકનું વિમોચન ડો. સ્નેહી પરમાર અને પ્રણવ પંડયાની આગેવાનીમાં થયું હતું જેમાં કવિ હરજીવન દાફડા, ડો. કેતન કાનપરિયા તથા કવિ હાર્દિક વ્યાસ અને સુરભી જાની જોડાયા હતા.
કવિ હરજીવન દાફડા એ પુસ્તક વિશે વિગતવાર માહિતી આપી હતી અને અગનભાઈની ગઝલોમાં જોવા મળતા તળપદા શબ્દો બાબત ઘ્યાન દોર્યું હતું.
કવિ કેતન કાનપરિયાએ ‘આયના સામે’ સંગ્રહમાં સમાવિષ્ટ ગઝલોના ભાવ, છંદોની સફાઈ, ચમત્કૃતિ, લય અને અને ગઝલના સૌંદર્ય વિશે બહુ સુંદર વકતવ્ય આપીને સૌ ભાવકોને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં.
પુસ્તકના વિમોચન બાદ યોજાયેલા કવિ સંમેલનમાં કવિ ભરત વિંઝુડા, સ્નેહી પરમાર, પ્રણવ પંડયા, હરજીવન દાફડા, કેતન કાનપરિયા અને હાર્દિક વ્યાસે એમની ગઝલો રજૂ કરીને ભાવકોને રસ તરબોળ કર્યા હતા.
ભગવતી બેન ગીરીશકુમાર જાની અને જયાબેન મનસુખભાઈ દવે દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડો. રાવલ, બાલકીશન જોગી, નટુભાઈ જાની, રાજેન્દ્રભાઈ જાની, સતીશ દવે, સંજય મહેતા, સિઘ્ધાર્થ જાની, ભરત દવે,રાકેશ ભટ્ટ, ગોપાલ ધકાણ, મુકેશ જોગી, પંકજ મકવાણા, ધર્મેશ ઉનાગર, ઉદયભાઈ દેસાઈ, ભાવેશ પરમાર, વૈશાલી દવે, દીપા નાંઢા, ઊર્મિ જાની, યોગેશ બકરાણીયા, આશિષ પંડ્યા, રવિ કોટડીયા, પરેશ મહેતા, ચંદ્રકાન્ત જોશી, વિજય પરમાર, પ્રકાશ મકવાણા, અમરીશભાઈ સહિતના સાહિત્ય અને શિક્ષણ જગતના ભાવકો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ડો. ધ્રુવ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ