તળાજાના ગોરખી ગામે ગૌવંશ પર જ્વલનશીલ પ્રવાહી છાંટી નરાધમોએ ચામડી બાળી નાખી

ભાવનગર જિલ્લાના તળાજા ના ગોરખી ગામની વાડી વિસ્તાર રખડતા ગૌવંશ પર કોઈ ઈસમોએ જ્વલનશીલ વસ્તુ નાખીછે.જેને લઈ ગૌવંશ ની ચામડી ઉતરડાઈ ગઈછે ને લોહી નીકળવા લાગ્યા છે.આ ઘટનાના ગૌપ્રેમીઓ અને ગૌરક્ષકો મા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.પોલીસ ને પણ આ બાબતે જાણ કરવામા આવીછે સાથે ઘાયલ ગૌવંશ ને સારવાર અને જરૂર જણાયે ગૌશાળામા મોકલાઈ છે.
આ બાબતે તળાજા શહેર ભાજપ પ્રમુખ આઈ.કે.વાળા એ જણાવ્યું હતુ કે આ ઘટના બે ત્રણ દિવસથી સામેં આવીછે.આ બાબતે તળાજા પોલીસ મથકે માળેલ શાંતિ સમિતિની બેઠકમાં પોલિસ અધિકારીઓ ને રજુઆત કરીછે.આઠ થી દસ ગૌવંશ પર ગરમ ઓઇલ અથવા તો એસિડ નાખીને ઇજા પહોંચાડી છે.આ ઘટના વાડી વિસ્તારમાં બની છે. ગૌવંશ ની સારવાર કરનાર અલગ અલગ ગ્રુપ દ્વારા સારવાર સાથે કાળજી અને પેટ્રોલીંગ પણ ગોઠવવામાં આવ્યું છે.તળાજા ન.પા.ની પશુઓ માટેના વાહનમાં બે ગૌવંશ ને લઈ ને ગૌશાળા એ વધુ સારવાર માટે લઈ જવામાં આવીહતી.આ ઘટનાના ગૌપ્રેમીઓમા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.જોકે હજુ સુધી સતાવાર કોઈ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગૌવંશને નુકશાન -ઇજાઓ પહોચાડવા ની ફરિયાદ નોંધાઇ નથી.

રિલેટેડ ન્યૂઝ