મોંઘવારીમાં જનતા કારાવાસમાં તેવું નિવેદન કરતા ચકચાર
વર્તમાન ભાજપ સરકાર ના શાસન માં મોંઘવારી એ ગરીબ અને મધ્યમ વર્ગ નું જીવન જીવવું મુશ્કેલ બનાવી દીધું છે.ત્યારે જામનગરમાં કોંગ્રેસ દ્વારા કારમી મોંઘવારી સામે વિરોધ પ્રદર્શ કરી નવતર કારક્રમ યોજ્યો હતો.
દેશ ભર માં મોંઘવારી નો માર ભાજપ સરકાર દ્વારા જનતા ઉપર નાખી દેવામાં આવ્યો છે. જનતા ની વેદના ને વાચા આપવા અને ભાજપ સરકાર સામે વિરોધ અને ધરણા નો કર્યક્રમ તા.9 ના સાંજે 6:30 કલાકે ડી કે વી સર્કલ માં કોંગ્રેસ દ્વારા યોજવા માં આવ્યો હતો. જેમાં મોંઘવારી માં જનતા કારાવાસ માં છે તેવું નિર્દશન કરવામાં આવ્યું હતું .
ખાધતેલ ,ગેસ સિલિન્ડર, દૂધ, પેટ્રોલ – ડીઝલ ,શાકભાજી વગેરે ના ભાવો માં ધરખમ વધારો થતાં ગરીબ ને મધ્યમ વર્ગે ને જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બન્યો હોય આમ જનતા ની સમસ્યા ને ઉજાગર કરતો આ નવતર વિરોધ પ્રદર્શન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શાકભાજી ,વગેરે ને ટોપલા માં સજાવી પ્રદર્શિત કરાયા હતા.
આ કાર્યક્રમ માં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા , પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ , કોર્પોરેટર સહારાબેન મકવાણા , પૂર્વ કોર્પોરેટર ધવલ નંદા અને આનંદ ગોહિલ , ઉપરાંત મહિપાલસિંહ જાડેજા , ભરત વાળા, રવિરાજસિંહ ગોહિલ ,પ્રવીણ જેઠવા સહિતના ઓ જોડાયા હતા.
