જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં બ્યુટિફિકેશન ગ્રાન્ટ અંતર્ગત મહત્વના નિર્ણયો લેવાયા

રૂા.1.પ0 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોને મંજુરી
લઘુકુંભ મેળાના સફળ આયોજન બદલ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત સફાઇ કામદારોની કામગીરી બિરદાવાઇ

જૂનાગઢ મનપાની આજે મળેલી સ્થાયી સમિતિની મહત્વની બેઠકમાં મહાનગરના અંદાજે રૂ. 1.50 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોને મંજૂરી અને શહેરના બ્યુટિફિકેશન માટેના મહત્વના એજન્ડાઓ પર મહોર મારવામાં આવી હતી. આ સાથે લઘુકુંભ મેળાની સફળતા માટે અધિકારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે જુનાગઢ મનપાની સ્થાયી સમિતિની એક બેઠક સમિતિના ચેરપર્સન પલ્લવીબેન ઠાકરના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં ભવનાથ વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર આધુનિક ’વિન્ડ સ્પિનર સ્કલ્પચર’ મુકવા માટે રૂ. 36.99 લાખના ભાવો મંજૂર કરવામાં આવ્યા છે. આ સાથે દાતાર રોડ પર આવેલા સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે વિવેકાનંદજીની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવાનું અને જૂનાગઢના પ્રવેશદ્વાર સમાન મજેવડી દરવાજા પાસે એશિયાઈ સિંહની ભવ્ય પ્રતિમા મુકવામાં આવશે તેવા સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત, શહેરના ટ્રાફિક અને અન્ય આંતરમાળખાકીય સુવિધાઓના સુચારૂ સંચાલન માટેની વિવિધ દરખાસ્તોને પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. આજની સ્થાયી સમિતિની બેઠકમાં ગત 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન ભવનાથ શ્રેત્રમાં યોજાયેલા ’મહાશિવરાત્રી લઘુકુંભ મેળો-2026’ના સફળ આયોજન બદલ મનપાના અધિકારીઓ અને કર્મચારીઓને બિરદાવવામાં આવ્યા હતા. તથા મેળો પૂર્ણ થયાના ગણતરીના કલાકોમાં જ મેળાના મેદાનને સંપૂર્ણ સ્વચ્છ કરી દેનાર સફાઈ કામદારોની કામગીરીની ખાસ નોંધ લેવામાં આવી હતી. ઉપરાંત મનપાનાં કમિશનર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ સતત 5 દિવસ મેળામાં પાણીની સુવિધા, અવિરત સ્વચ્છતા અને શ્રેષ્ઠ વ્યવસ્થાપન જાળવનાર તમામ અધિકારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું કે, મેળાના પ્રારંભ પૂર્વના બે માસ અને મેળાના પાંચ દિવસ દરમિયાન મનપાના નાના કર્મચારીથી લઈને મોટા અધિકારીઓએ જે રીતે રાત-દિવસ જોયા વગર જેહમત ઉઠાવી છે, આ બેઠકમાં મેયર ધર્મેશભાઈ પોંશીયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, બાલાભાઈ રાડા, અંકિતભાઈ માવદીયા, વનરાજભાઈ સોલંકી સહિતના સમિતિના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ