કોડીનારના અરણેજ ગામની સીમમાં દિપડાએ બાળકીને ફાડી ખાધી

ગળાના ભાગે દબોચી લેતા મોત નિપજ્યું

કોડીનાર તાલુકાના અરણેજ ગામની સીમમાં ગતરાત્રિના 10 વાગ્યાની આસપાસ એક ખૂંખાર દિપડાએ આઠ વર્ષની બાળાને ફાડી ખાધી હતી. અરણેજ ગામની સીમમાં બીડી નો પા તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં રહેતા મહેશભાઈ ગોહિલ ની દીકરી કોમલ ઉં.વ.8 તેની મોટી બહેન વિશ્વાસ સાથે તેના ઘરની સામે જ સો મીટર દૂર રહેતા તેમના મોટા બાપા ના ઘરે જતા હતા તે વખતે એક ખૂંખાર દીપડાએ કોમલના ગળાના ભાગેથી દબોચી લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું ઘટના અંગે ઘાટવડ બીટ વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી લેવા અલગ અલગ જગ્યાએ પાંજરા ગોઠવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ