સાસણગીરની લાયન ક્ધઝર્વેશનની પ્રિઈવેન્ટનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત સરકાર દ્વારા IBCA સમિટ ભારત-2026ના પૂર્વાર્ધરૂપે સાસણ ગીરમાં યોજાયેલી સૌપ્રથમ પ્રિ-ઈવેન્ટ ઓન લાયન ક્ધઝર્વેશનનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, એશિયાટીક લાયન-ગીરના સાવજના જતન-સંવર્ધન અને સંરક્ષણના સફળ પરિણામદાયી પ્રયાસોથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ ભી, વિરાસત ભીનો મંત્ર સાકાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આગામી તા.1 અને 2 જૂનના દિવસોએ નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પ્રથમ સમિટ યોજાવા જઇ રહી છે ત્યારે, મુખ્યમંત્રી એ સાસણની આ પ્રિ-ઈવેન્ટને બિગ કેટના સંવર્ધન માટેના વડાપ્રધાનના વિઝનને સમજવા માટેનું ઉત્તમ સ્થળ ગણાવી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન નરેન્દ્રભાઈ મોદીએ ગીર સેન્ચ્યુરી અને સિંહના જતન માટે જે પગલાં લીધા તેના અનુભવ પરથી દેશમાં બિગ કેટ સંવર્ધનને વેગ મળ્યો છે. મુખ્યમંત્રી એ ઉમેર્યું કે, ઇકોલોજી સાથે ઇમોશન જોડીને લોકલ ઇકોનોમીને વેગ આપવા સાથે પર્યાવરણ જાળવણીનો વડાપ્રધાનનો અભિગમ ગુજરાતમાં ચરિતાર્થ થયો છે. સિંહ સરક્ષણને પ્રાથમિકતા અને વન વિભાગની બેસ્ટ પ્રો- એક્ટિવ પ્રેક્ટિસિસને પરિણામે સિંહની વસ્તી જે 1991 માં 284 હતી તે વધીને આજે 891 જેટલી થઈ છે. એટલું જ નહિ, સિંહના વિચરણનો વિસ્તાર પણ પાછલા અઢી દાયકામાં 3 જિલ્લાથી વધીને 11 સુધી પહોંચ્યો છે. પોરબંદરના બરડા પંથકમાં સિંહોનું કુદરતી રીતે આગમન થયું છે, અને સરકારના પ્રયાસોથી બરડા અભ્યારણ્ય એશિયાટીક લાયનનું નવું રહેઠાણ બન્યું છે. 23 જેટલા સિંહ આજે બરડામાં વસવાટ કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વનરાજની વૈભવ વિરાસત જળવાઈ રહે અને વન્યજીવ સૃષ્ટિનો પણ વિકાસ થાય તે હેતુથી વડાપ્રધાન એ 2000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ લાયન શરૂ કરાવ્યો છે, તેની પણ વિશદ ભૂમિકા આપી હતી.
વાઘનો ગુજરાતમાં વસવાટ કાયમી બને તેવા પ્રયાસો : અર્જુનભાઈ મોઢવાડિયા
આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સાસણની ભૂમિ પર ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પ્રિ-ઈવેન્ટ યોજાઇ રહી છે, તેનો સગૌરવ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની ભૂમિ પર બિલાડી કુળના મુખ્ય એવા સિંહ અને દિપડો તો જોવા મળી રહ્યા છે, તેમાં ઉમેરો થતાં રતન મહાલ અભયારણ્યમાં વાઘની હાજરી પણ જોવા મળી છે. તે સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, વાઘનો ગુજરાતની ભૂમિ પર વસવાટ કાયમી બને તેવા પ્રયાસો છે. ઉપરાંત ચિત્તાને પણ ગુજરાતમાં લાવવાની તૈયારી વિભાગ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. વડાપ્રધાનના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં પર્યાવરણના જતન સાથે ઈકો સિસ્ટમ મજબૂત બની છે.
ગુજરાતનું સિંહ સંવર્ધનનું ઉત્કૃષ્ટ મોડલ વિશ્વ સમક્ષ મૂકાશે : કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ
કેન્દ્રીય વન અને પર્યાવરણ તથા જલ, વાયુ મંત્રી ભૂપેન્દ્ર યાદવે દિલ્હી ખાતે યોજાનારા ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટના સંદર્ભમાં જણાવ્યું કે, ભારતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં પ્રકૃતિ, પર્યાવરણ અને વન્ય જીવનના સંરક્ષણ માટે નવું વિઝન આપ્યું છે. બિગ કેટ એટલે કે બિલાડી કુળના મુખ્ય પ્રાણીઓ સહિતના પ્રાણીઓના સંરક્ષણ માટે સર્વે હિતધારકોને એક મંચ પર લાવવા માટે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટના માધ્યમથી મનોમંથન થશે અને વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે આધાર સ્તંભ રૂપ દિલ્હી ડેકલેરેશન પણ જાહેર કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય બિગ કેટ અલાયન્સ (ઈંઇઈઅ) ની પરીકલ્પના અને પહેલ વર્ષ 2023માં કરવામાં આવી હતી. હવે 1 જૂન 2026ના રોજ તેમના માર્ગદર્શનમાં ભારત મંડપમ નવી દિલ્હિમાં ઈંઇઈઅ શિખર સંમેલનનું યજમાન ભારત બનશે. બિલાડી કુળની આ સાત પ્રજાતિ વિશ્વના 55 દેશોમાં વસે છે.
ગુજરાતે સમગ્ર વિશ્વ સમક્ષ સિંહ સંરક્ષણનું ઉત્કૃષ્ટ રોલ મોડલ પૂરું પાડ્યું છે, સમગ્ર વિશ્વમાં આફ્રિકન લાયન સહિતના સિંહોની વસ્તી ઘટી રહી છે ત્યારે એશિયાઈ સિંહો વસ્તીમાં 32 ટકાનો વધારો થતાં જેની સંખ્યા 891 થઈ છે. સિંહોના સંરક્ષણ માટે નવા રહેઠાણો પણ વિકસાવવામાં આવ્યા છે, તેમાં બરડા અભયારણ્ય વિસ્તાર ઉભરી આવ્યું છે. સૌરાષ્ટ્ર ગુજરાતની જનતાના સન્માનનું પ્રતિક બનેલા સિંહ અને તેના સંરક્ષણના મોડલને સમગ્ર વિશ્વ સમક્ષ આગળ વધારવા માંગીએ છીએ.
