ગીર સોમનાથ પથીક સોફ્ટવેરમાં ઉતારૂઓની ઓનલાઈન એન્ટ્રી નહીં કરનાર હોટલ-ગેસ્ટહાઉસ સંચાલક સામે કાર્યવાહી

ગીરસોમનાથ જીલ્લા ખાતે દેશ વિદેશમાંથી યાત્રાળુઓ/લોકો સાસણ/સોમનાથ વિગેરે સ્થળે ફરવા/દર્શનાર્થે આવતા હોય, કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તેમજ અગત્યના ઇનપુટસ બાબતે મહત્વની માહિતી મળી રહે તેમજ આંતકવાદી ઘટનાઓને અટકાવવા પરીણામલક્ષી માહિતી તમામ રીસોર્ટ/હોટલો/ફાર્મહાઉસો/ગેસ્ટહાઉસો પાસેથી તાત્કાલીક મળી રહે તે માટે આવા રીસોર્ટ/ફાર્મહાઉસ/હોટલ/ગેસ્ટહાઉસમાં રહેવા માટે આવતા વ્યક્તિઓના આધાર, પુરાવા વાહન વિગેરે તમામ બાબતોની એન્ટ્રી પથિક સોફટવેરમાં કરવા જીલ્લા મેજી. ગીરસોમનાથ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોય તેની કડક અમલવારી કરાવવા માટે ઉચ્ચ અધિકારીઓ ની સુચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન અનુસાર તા.11,12/07/2026 ના રોજ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા તથા પો.સબ.ઇન્સ.શ્રી આર.એચ.સુવા તથા જઘૠ પો.સ્ટાફ સાથે કોમ્બીંગ ના.રા. પેટ્રોલીંગમા રહી હોટલ/રીસોર્ટ/ગેસ્ટહાઉસ ચેકીંગની કામગીરીમાં હતા દરમ્યાન શબ્બીર ભાઈ ગુલામ મલેક ઉ વર્ષ 30 પ્રભાસપાટણ, મનીષભાઈ ભગવાનભાઈ કામળીયા ઉ વર્ષ 31 પ્રભાસપાટણ અને નરેન્દ્રભાઇ જેશાભાઈ બાભણીયા ઉ વર્ષ 19 દેલવાડા ઉના ના હોટલ/ગેસ્ટહાઉસ માલીક/સંચાલકોએ ઉપરોકત જાહેરનામાનો ભંગ કરેલ હોય તેમના વિરૂધ્ધ જાહેરનામા ભંગના ગુન્હાઓ રજીસ્ટર કરી તેમના વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

રિલેટેડ ન્યૂઝ