મોરબીનાં પંચાસર ગામ પાસેથી જામગરી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી તાલુકાના પંચાસર ગામની સીમમાં ફુલકી નદી પાસે શનાળા તરફ જવાના કાચા રસ્તેથી એક ઇસમને હાથ બનાવટની જામગરી બંદૂક સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે મોરબી તાલુકાના પંચાસર ગામની સીમમાં ફુલકી નદી પાસે શનાળા તરફ જવાના કાચા રસ્તે રેઈડ કરી સકુરભાઇ જલાબદ્દીન કાજડીયા (રહે. કાજરડા, તા.માળીયા (મીં), જી.મોરબી) નામના શખ્સને રૂ.2,000/-ની કિંમતની દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે પકડી આર્મ્સ એકટ હેઠળ ગન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ