ચિત્રકુટ એવોર્ડ વિજેતા શિક્ષકો માટે કાર્યશાળા શિબિર યોજાઈ

“અમે આવ્યા તમારે દ્વાર શિર્ષક હેઠળ થયું આયોજન: ગિરનાર પ્રતિભાવંત એવોર્ડ પણ થયા અર્પણ

મોરારીબાપુ દ્વારા પુરસ્કૃત ચિત્રકૂટ સાધકો માટે બે દિવસની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
પુ.મોરારીબાપુ પુરસ્કૃત ચિત્રકુટ સાધકો દ્વારા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સૌજન્યથી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ 26 જેટલા ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષકના પરિવાર સાથે, અમે આવ્યા તમારે દ્વાર અનુબંધિત બે દિવસીય કાર્યશાળા શિબિર રાખવામાં આવી હતી.જેમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ. ચિત્રોડ, ધણેજ, હિરણવેલ અને સાગોદ્રા જેટલા ગામમાં પાંચ પાંચ ચિત્રકૂટ એવોર્ડ સાધકો નું ગ્રુપ સાંજે દરેક ગામની શેરીઓમાંથી બાળકો બોલાવી, જાહેર જગ્યાઓ પર, કોઈ વાલીઓના ફળિયામાં, રમતો, રંગપૂરણી, કાગળકામ, સર્જનાત્મક અને રચનાત્મક, કાર્ડ રમતો, બાળવાર્તા, જાદુઇ વિદ્યા, પપેટ શો,અભિનય ગીતો, જેવી કેટલીય સહઅભ્યાસિક વિવિધ પ્રકારની પ્રવૃતિઓ દ્વારા બાળકોને ખૂબ પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડેલ. સ્વ ખર્ચે કરેલ આ પ્રકારની શિબિરમાં પૂજ્ય મોરારિબાપુ દ્વારા સાધકોને પ્રમાણપત્ર અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગિરનાર પ્રતિભાવંત એવોર્ડ આપવામાં આવ્યો.દર્શનાબેન માવદિયા શ્રી પે સેન્ટર કુમારશાળા છાયા પોરબંદરમાં તથા ક્રિષ્નાબેન માવદિયા શ્રી પાંઉ સીમ શાળા રાણાવાવથી એમ 14 જિલ્લાઓમાંથી ખૂબ દૂરથી શિક્ષકો હાજર રહી. આ સેવા કાર્યમાં જોડાયેલા હતા,ગામના સરપંચ અને આચાર્યના વિશ્વાસમાં લઈ આ કાર્યક્રમ યોજાયો. દરેક ગામમાં આ બાળકોને વિવિધ પ્રકારની શૈક્ષણિક કીટ તેમજ બ્રશ અને ટૂથપેસ્ટ, બિસ્કિટ, ચપ્પલ જેવી 15 હજાર રૂપિયાની વસ્તુઓ અલગ અલગ ગામના બાળકોને આપીને સન્માન કરવામાં આવેલ.ગામના સરપંચ આગેવાનો અને એસ.એમ.સી. ના સભ્યો તરફથી આ કાર્ય શાળા શિબિરને ખૂબ આવકાર મળ્યો હતો.દર્શનાબેન માવદીયા,છાયા પે.સેન્ટર શાળા પોરબંદરમાં શિક્ષિકા તરીકે પોતાની ફરજ બજાવે છે.તથા ક્રિષ્નાબેન માવદિયા રાણાવાવ શ્રી પાંઉ સીમ શાળામાં પોતાની ફરજ બજાવે છે,આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ હરિભાઈ વાળાએ, મોરારી બાપુના સત્ય પ્રેમ અને કરૂણા સાથે જોડાયેલા તમામ સાધક મિત્રોને શુભેચ્છા અને પ્રોત્સાહન આપેલ.તેમજ તમામ પ્રકારના સહકાર માટે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે રહેશે તેવી ખાત્રી આપી.આ સાથે આ કાર્યક્રમમાં અનિલભાઈ પંપાળીયા, ગીરસોમનાથ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ સોલંકી, તાલુકા શિક્ષક પ્રમુખ,જિલ્લા સંઘ હાજાભાઈ વાળા, તથા સંજયભાઈ વાળા અને નિવૃત ફોરેસ્ટ અધિકારી જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ મકવાણા અમરેલી દ્વારા કરવામાં આવ્યું.સમગ્ર કાર્યક્રમનું આયોજન અને આભારવિધિ જીતેન્દ્ર વાજા તલગાજરડાના શિક્ષક દ્વારા કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ