ગાંધીનગર ખાતે અગત્યની બેઠકનું થયું આયોજન:પોરબંદર માછીમાર બોટ એશો સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં થઈ ચર્ચા
પોરબંદર સહિત રાજ્યભરના માછીમારોના પ્રશ્નોના નિવેડા માટે બેઠક યોજવામાં આવી હતી.
ગાંધીનગર ખાતે મત્સ્યોદ્યોગ મંત્રીના નિવાસ સ્થાને પોરબંદર મત્સ્ય બંદરનાં વિવિધ પ્રશ્નો અંગે કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનાં નેતૃત્વમાં પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશન પ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, સલાહકાર મેમ્બરની સાથે મત્સ્યોદ્યોગ મંત્રીજીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં મત્સ્યોદ્યોગ સચિવ અરૂણકુમાર સોલંકી, મત્સ્યોદ્યોગ કમિશ્નર વિજયકુમાર ખરાડી,મત્સ્યોદ્યોગ વિભાગના લગત અધિકારીઓ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડનાં જવાબદાર અધિકારીઓ તેમ ટેકનીકલ અધિકારીઓ સાથે “વર્ક ફોર્મ હોમ રાઉન્ડ ટેબલ મીટીંગ રાખવામાં આવેલ હતી.આ મીટીંગમાં મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણી અને મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ પોરબંદર મત્સ્ય બંદરનાં વિવિધ પ્રશ્નોને પ્રાથમિકતા આપીને લગત વિભાગનાં અધિકારીઓને ત્વરિત નિકાલ કરવાની સુચનાઓ આપવામાં આવીહતી,આ મીટીંગમાં શ્રી પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, સેક્રેટરી રાજુભાઈ બાદરશાહી,જોઈન્ટ સેક્રેટરી દિપકભાઈ લોઢારી, સલાહકાર મેમ્બર કમલેશભાઈ જુંગી ઉપસ્થિત રહ્યા હતા.
