પોરબંદરના પ્રભારી મંત્રીએ પણ રેલ્વે મુસાફરી કરી શરૂ

પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને આપ્યો સંદેશ:ઉત્તર પ્રદેશ ખાતે કોળી સમાજના રાષ્ટ્રીય અધિવેશનની પુર્વ તૈયારીની બેઠકમાં હાજરી આપવા કરી ટ્રેનની મુસાફરી

પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રીએ પણ રેલ્વેની મુસાફરી શરૂ કરી દીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગ માટે કરવામાં આવેલી અપીલને આવકારી પોરબંદર જિલ્લાના પ્રભારી તથા ગુજરાત રાજ્યના જળ સંપત્તિ, પાણી પુરવઠા, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ ટ્રેન દ્વારા મુસાફરી કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે આયોજિત અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધિવેશનની પૂર્વ તૈયારી બેઠકમાં હાજરી આપવા કુંવરજીભાઈ બાવળીયાએ રેલ્વે મારફતે પ્રવાસ કર્યો હતો,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગ અંગેના સંદેશને જીવનમાં ઉતારી તેમણે સમાજ સમક્ષ સાદગી અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ રજુ કર્યું છે.
જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા વર્ષોથી સરળ અને સાદું જીવન જીવતા કોળી સમાજના સૌરાષ્ટ્ર વિસ્તારના પ્રભાવશાળી કેબિનેટ મંત્રી તરીકે જાણીતા છે,તેઓ સહકારી તથા સામાજિક ક્ષેત્રોમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.
શિક્ષક કદી સાધારણ નથી હોતોજેવી ચાણક્યની ઉક્તિને પોતાના જીવનમાં સાર્થક કરનાર કુંવરજીભાઈની શિક્ષકથી લઈને મંત્રી સુધીની સફર પ્રેરણાદાયી રહી છે.સાદગી, સરળતા, સાત્વિક ભોજન અને ગ્રામ્ય જીવનશૈલી સાથે લોકો સાથે સીધો સંપર્ક જાળવનાર કુંવરજીભાઈ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે જાણીતા છે,પાણીની સમસ્યા, ગ્રામ્ય વિકાસ અને સમાજસેવાના મુદ્દાઓ પર તેઓ સતત સક્રિય રહ્યા છે.
તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલી અખિલ ભારતીય કોળી સમાજની રાષ્ટ્રીય મહા અધિવેશન પૂર્વ તૈયારી બેઠકમાં હાજરી આપવા તેમણે રેલ્વેનો ઉપયોગ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉમદા વિચારને અમલમાં મુક્યો હતો.
આ બદલ પોરબંદર જિલ્લા કોળી સમાજના રત્ન ડો.ઈશ્વરભાઈ ભરડા, પોરબંદર-રાણાવાવના સેવાકર્મી સમાજશ્રેષ્ઠી રામદેવભાઈ કાગડિયા તથા કુતિયાણા તાલુકા કોળી સમાજના પ્રમુખ નારણભાઈ વાઢિયા સહિત આગેવાનોએ કુંવરજીભાઈ બાવળીયાને અભિનંદન પાઠવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ