પોરબંદરમાં જશુભાઇ ગગનભાઇ શિયાળ મેમોરીયલ ટેબલ ટેનીશ ટુર્નામેન્ટ થઇ સંપન્ન

પોરબંદર જિલ્લા ટેબલટેનીશ એસોસીએશન દ્વારા નટવરસિંહજી સ્પોર્ટસ કલબ ખાતે થયુ દ્વિદિવસીય આયોજન: 12 ઇવેન્ટમાં 94 ખેલાડીઓએ ઉત્સાહ સાથે લીધો ભાગ: શ્રેષ્ઠ પ્રદર્શન દાખવનારા ખેલાડીઓની ખેલદીલી અને જુસ્સાને આગેવાનોએ બીરદાવ્યા

ખારવા સમાજના પુર્વ વાણોટ જશુભાઇ ગગનભાઇ શિયાળની સ્મૃતિમાં ટેબલટેનીસ ટુર્નામેન્ટનું દ્વિદિવસીય આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં 12 જેટલી ઇવેન્ટમાં 94 ખેલાડીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
પોરબંદર સુરખાબી શહેરમાં પોરબંદર ટેબલ ટેનિશ એસોસીએશન દ્વારા આયોજિત ઓપન પોરબંદર જિલ્લાકક્ષાની ટેબલ ટેનીશ ટુર્નામેન્ટનું આયોજન નટવરસિંહજી સ્પોર્ટસ કલબ ખાતે રાખવામાં આવ્યુ હતુ.
આ ટુર્નામેન્ટમાં છેલ્લા 15 વર્ષ પહેલાથી રનીંગ ટ્રોફી રમાય છે. તેમજ ગુજરાતકક્ષાની પણ ટુર્નામેન્ટ જશુભાઇ ગગનભાઇ મેમોરીયલ્સ રમાઇ ચુકી છે. ટુર્નામેન્ટનો તમામ ખર્ચ શિયાળ પરિવાર તરફથી આપવામાં આવે છે. પરિવારના સભ્ય કિશન શિયાળ અને હર્ષ શિયાળે પાર્ટીશીપેશન કરેલ અને સુંદર રમત રમેલા હતા.
આ પોરબંદરની પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં 94 ખેલાડીએ ભાગ લીધેલ હતો. કુલ 12 ઇવેન્ટમાં 9 વર્ષથી બોયઝ એન્ડ ગર્લ્સ અંડર-11, અંડર-13, અંડર-15, અંડર -19, ઓપન બોયઝ એન્ડ ગર્લ્સ ખુબજ ઉત્સાહથી ભાગ લીધેલ હતો. આ ટુર્નામેન્ટ એસોસીએશન પ્રમુખ રણછોડભાઇની સૂચના મુજબ સુંદર અને ચુસ્ત ડિસિપ્લિીનમાં રમાય છે.
આ ટુર્નામેન્ટની ઇનામ વિતરણમાં સ્વ. જશુભાઇ ગગનભાઇ શિયાળના પુત્ર, ખારવા જ્ઞાતિના વાણોટ પવનભાઇ શિયાળ તેમજ નટવરસિંહજી કલબથી પી.બી. ગોકાણી, એસોસીએશન વાઇસ પ્રેસીડેન્ટ સતીશ કોટેચા, અશ્ર્વિનભાઇ જુંગી દ્વારા કરવામાં આવેલ.
પવનભાઇએ ખેલાડીઓને ખૂબજ ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડેલ તેમજ ખેલાડીને ‘અશ્ર્વિનભાઇ ખુબજ આગળ વધો, ગુજરાત નેશનલ કક્ષાએ રમો’તેવી શુભેચ્છા આપેલ, ખેલાડી પરિવારને ખુબજ સુંદર ટકોર કરી અને સખત મહેનત પોતાની જવાબદારીનું સુંદર અને સચોટ માર્ગદર્શન પી.બી. ગોકાણીએ આપેલ. પવનભાઇનો ટેબલ ટેનીસ રમત પ્રત્યે રસ એમના ઉદ્બોધનમાં દર્શાયો હતો અને વિજેતા ખેલાડીઓને બિરદાવેલ અભિનંદન પાઠવેલ હતા.
જશુભાઇ ગગનભાઇ શિયાળ ઓપન પોરબંદર ટેબલટેનીસ ટુર્નામેન્ટમાં ઓપનમાં ચેમ્પીયન નિર્જર મશરૂ તેમજ વીમેન્સ ચેમ્પીયન પ્રિષા ગોકાણી જેમને અંડર -15 એન્ડ અંડર-19માં પણ ચેમ્પીયન બની ટ્રીપલ ક્રાઉન વિજેતા બની છે. તેમજ અંડર -19માં યશેષ તાકવાની ચેમ્પીયન, અંડર -15 એન્ડ 13માં હર્ષ વ્યાસ ચેમ્પીયન, અંડર-11માં ખૂબજ સુંદર રમતનું ફાયટર રમત રમી રિશી જુંગી ચેમ્પીયન બન્યા. અંડર-9માં શિયાન ચોટાઇ ચેમ્પીયન તેવીજ રીતે ગર્લ્સમાં જશવી લાખાણી અંડર-13માં અને અંડર 11માં ચેમ્પીયન અંડર 9માં રિષિકા અમલાની ચેમ્પીયન ગર્લ્સ હવિષા પોસ્તરીયાએ ખૂબજ સુંદર રમતનું પ્રદર્શન કરી અંડર 13 અને અંડર 15માં રનરઅપ બન્યા હતા.
પોરબંદર જિલ્લા ટેબલટેનિસ એસોસીએશનના સુંદર આયોજનમાં સંદીપ મશરૂ, નૈમિષ રાઠોડ, આર્યન એન્ડ અભિષેકે ખુબજ સહકાર આપ્યો હતો.

દ્વિદિવસીય સ્પર્ધાના વિજેતા અને રનર્સઅપની યાદી
પોરબંદરમાં જશુભાઇ ગગન શિયાળ મેમોરીયલ ટેબલટેનીસ ટુર્નામેન્ટમા મેઇન્સ સીંગલ્સમાં નિર્જર મશરૂ ચેમ્પીયન અને નૈમિષ રાઠોડ રનર્સઅપ રહ્યા હતા.વુમન્સ સીંગલ્સમાં પ્રિશા જય ગોકાણી ચેમ્પીયન અને માધવી ઉપાધ્યાય રનર્સઅપ રહ્યા હતા. જુનીયર બોયઝ અંડર 19માં યશેસ તકવાણી ચેમ્પીયન અને હર્ષ વ્યાસ રનર્સઅપ રહ્યા હતા. જુનીયર ગર્લ્સ અન્ડર 19માં પ્રીશા જય ગોકાણી ચેમ્પીયન અને સૃષ્ટિ ઓડેદરા રનર્સઅપ રહ્યા હતા. સબ જુનીયર બોયઝ અંડર -15માં હર્ષ વ્યાસ ચેમ્પીયન અને પરાંજય વ્યાસ રનર્સઅપ રહ્યા હતા. સબ જુનિયર ગર્લ્સ અંડર-15માં પ્રીશા જય ગોકાણી ચેમ્પીયન અને હવિષા પોસ્તરીયા રનર્સઅપ રહ્યા હતા. કેડેટ બોયઝ અંડર -13માં હર્ષ વ્યાસ ચેમ્પીયન અને પ્રથમ દત્તાણી રનર્સઅપ રહ્યા હતા. કેડેટ ગર્લ્સ અંડર 13માં જસ્વી લાખાણી ચેમ્પીયન અને હવિષા પોસ્તરીયા રનર્સઅપ રહ્યા હતા. સબ કેડેટ બોયઝ અંડર -11માં ઋષિ જુંગી ચેમ્પીયન અને ઇયાન આડતીયા રનર્સ અપ રહ્યા હતા. સબ કેડેટ ગર્લ્સ અંડર 11માં જસ્વી લાખાણી ચેમ્પીયન અને ફ્રેયા કારીયા રનર્સઅપ રહ્યા હતા. મીની કેડેટ બોયઝ અંડર 9માં શીયાન ચોટાઇ ચેમ્પીયન અને ચિરંજીવ વ્યાસ રનર્સઅપ રહ્યા હતા. મિની કેડેટ ગર્લ અન્ડર -9માં ઋષિકા અમલાણી ચેમ્પીયન અને ક્રિષ્કા મજેઠીયા રનર્સઅપ રહયા હતા.

રિલેટેડ ન્યૂઝ