વરસાદથી થયેલ નુક્શાનીનો સર્વે વહેલાસર પૂર્ણ કરો : કોંગ્રેસ

કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

રાજકોટ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાન ની યોગ્ય વળતર અને ઝડપીથી સર્વેની કામગીરી કરવામાં આવે અને પેકેચાર કરવામાં આવે સહિતની માંગો સાથે આજે તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યો હતો વહેલી તકે આ રિપોર્ટ પૂર્ણ કરવા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ વહેલી તકે તૂટેલા રસ્તાઓ રિપેર કરવામાં આવે તેવી પણ કલેકટર સમક્ષ માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે સર્વેની એક ટીમ એક સાથે પાંચ ગામોથી પણ વધુ ગામોનો સર્વે કરી રહી છે જેમના કારણે આ સર્વે ક્યારે પૂર્ણ થાય તેના પર સવાલો છે આ રીતે સર્વે ચાલશે તો આ સર્વે એક મહિને પણ પૂર્ણ નહીં થાય જો આગામી દિવસોમાં કલેકટર દ્વારા યોગ્ય નિર્ણય નહી કરવામાં આવે તો તાલુકા વાઇઝ પ્રતીક ઉપવાસ કરવામાં આવશે. સમગ્ર મામલે કલેકટર જણાવ્યું હતું કે હાલ રાજકોટ જિલ્લામાં સર્વેની કામગીરીમાં ચાલી રહી છે અને આગામી એક અઠવાડિયામાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે હાલ રાજકોટ જિલ્લામાં 57 જેટલી ટીમો કામ કરી રહી છે. અને 100 વધુ ગામોમાં સર્વેને કામ કરે પૂર્ણ થઈ ચૂકી છે.

રિલેટેડ ન્યૂઝ