રાજકોટ મનપાની વેરા વસુલાત શાખા 31 માર્ચ સુધી રજાના દિવસોમાં પણ ચાલુ રહેશે

શહેરની તમામ વોર્ડ ઓફિસ, તમામ સિવિક સેન્ટર અને તમામ ઝોનલ કચેરીઓ ખાતે મિલકત વેરા અને પાણી વેરાની વસુલાત સવારે 9:30થી સાંજે 5:00 સુધી ચાલુ રાખવામાં આવશે

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2025-26ના આવક લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યુંવ છે. તે મુજબ તા. 15 જાન્યુેઆરી થી તા. 31 માર્ચ દરમિયાન જાહેર રજાના તમામ દિવસોમાં પણ વેરા વસુલાત શાખા, અસેસમેન્ટે સેલ તેમજ રીકવરી સેલની કામગીરી નિયમિત રીતે ચાલુ રાખવામાં આવી છે, જેથી નાગરિકોને વેરા ભરવામાં કોઈ અસુવિધા ન થાય અને તેઓ સરળતાથી પોતાની બાકી રકમ ભરપાઈ કરી શકે.
મહાનગરપાલિકા દ્વારા હાલમાં તા. 31 માર્ચ સુધી મિલકતવેરા અને પાણી વેરા પર વ્યાથજ માફી સ્કીસમ અમલમાં રાખવામાં આવી છે. આ સ્કીતમ અંતર્ગત નાગરિકો પોતાની બાકી રહેલ મિલકતવેરા અને પાણી વેરાની રકમ ભરી વ્યાાજમાંથી રાહત મેળવી શકે છે. મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને આ સુવર્ણ તકનો લાભ લઈ સમયસર વેરો ભરવા અને શહેરના વિકાસમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવે છે.
તા. 12 માર્ચ થી તા. 25 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન તમામ દિવસોમાં, જેમાં બીજા અને ચોથા શનિવાર, રવિવાર તેમજ તહેવારોની જાહેર રજાઓનો સમાવેશ થાય છે, શહેરની તમામ વોર્ડ ઓફિસ, તમામ સિવિક સેન્ટ2ર અને તમામ ઝોનલ કચેરીઓ ખાતે મિલકતવેરા અને પાણી વેરાની વસુલાત સવારે 9:30 કલાકથી સાંજે 5:00 કલાક સુધી ચાલુ રાખવામાં આવશે.
નાણાકીય વર્ષ પૂર્ણ થવાને કારણે અંતિમ દિવસોમાં વધતા વેરા ભરવાના ધસારાને ધ્યા નમાં રાખીને આ સમયગાળા દરમિયાન પણ તમામ દિવસોમાં (બીજા અને ચોથા શનિવાર, રવિવાર તથા તહેવારોની જાહેર રજાઓ સહિત) શહેરની તમામ વોર્ડ ઓફિસ, સિવિક સેન્ટેર અને ઝોનલ કચેરીઓ ખાતે મિલકતવેરા અને પાણી વેરાની વસુલાત સવારે 9:30 કલાકથી સાંજે 6:10 કલાક સુધી ચાલુ રાખવામાં આવશે

રિલેટેડ ન્યૂઝ