જંક્શન રોડ પર થતાં દબાણો હટાવવા અધિકારીઓને સુચના : કામગીરીની સમીક્ષા કરી
મ્યુનિસિપલ કમિશનર તુપાર સુમેરાએ આજે જંકશન મેઈન રોડ, જયુબીલી શાક માર્કેટ, જંકશન અરોગ્ય કેન્દ્ર, સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. તેઓએ સ્વચ્છતા, આરોગ્ય અને નાગરિક સુવિધાઓ સંબંધિત કામગીરીની સમીક્ષા કરી હતી. જ્યુબિલી ગાર્ડનમાં કાર્યરત જ્યુબિલી કંપોસ્ટ પ્લાન્ટમાં શહેરમાંથી એકત્રિત થતો ભીનો કચરો કેવી રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી કંપોસ્ટમાં રૂપાંતરિત કરવામાં આવે છે તેની ગુણવત્તા સુધારવા અને પ્લાન્ટની કાર્યક્ષમતા વધારવા અને પર્યાવરણમિત્ર પ્રક્રિયાઓને વધુ મજબૂત બનાવવા માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ જંકશન મેઈન રોડ પર સફાઈ, ટ્રાફિક સહિતની સમીક્ષા કરી આરોગ્ય કેન્દ્રમાં સેવાઓની ગુણવત્તા, દર્દીઓને મળતી સુવિધાઓ, દવાઓની ઉપલબ્ધતા અને સ્ટાફની કામગીરી અંગે માહિતી લીધી હતી.
જયુબીલીના ફ્લાન્ટના કાર્યરત થવાથી શહેરમાં ભીનો કંચરો સીધો લેન્ડફિલમાં જતો અટકાવવામાં સફળતા મળી છે, જેનાથી જમીન અને પર્યાવરણ પર પડતો ભાર ઘટયો છે. સાથે સાથે વેસ્ટમાંથી વેલ્યુ સર્જાતી હોવાને કારણે આ પ્રોજેકટ સસ્ટેનેબલ વેસ્ટ મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. રેલ્વે સ્ટેશન, જંકશન રોડ પર ચાલીને મુલાકાત કરી કમિશનરે માર્ગ પર આવેલા દબાણો અંગે પણ જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી. માર્ગો પર સ્વચ્છતા જળવાઈ રહે તે માટે દબાણો દૂર કરવા અને જાહેર સ્થળોનો સુવ્યવસ્થિત ઉપયોગ સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. : મુલાકાતના લાકાતના અંતે કમિશનરે સંબંધિત અધિકારીઓ અને સ્ટાફને નાગરિકોને વધુ સારા આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સંવેદનશીલતા અને જવાબદારીપૂર્વક કામગીરી કરવાની સૂચના આપી હતી.
