રાજકોટ બાલાશ્રમમાં રહેતી તરુણી 11 માસના પુત્ર સાથે ગુંદાવાડી હોસ્પિટલમાંથી ગુમ

એ ડિવિઝન પોલીસમાં કાઉન્સિલરે અપહરણની ફરિયાદ નોંધાવતા તપાસ શરુ

રાજકોટના ગુંદાવાડીમાં આવેલી પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલમાંથી 17 વર્ષની તરૂણી અને 11 માસનો તેનો પુત્ર લાપત્તા બની જતાં એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે ધોરાજી તાલુકા પોલીસ મથકે અપહરણની ફરિયાદ બાદ મળી આવેલી તરૂણીને રાજકોટની સંસ્થામાં મોકલાઈ હતી ધોરાજી તાલુકા પોલીસ મથકમાં તરૂણીના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ તરુણી આરોપી સાથે મળી આવી હતી. તે વખતે તેણે વાલીઓ પાસે જવાનો ઈન્કાર કરતા તેને અને તેના 11 માસના પુત્રને ગઈ તા. 15 ઓગસ્ટના રોજ ગોંડલ રોડ પર આવેલા કાઠિયાવાડ બાલાશ્રમમાં મોકલી દેવામાં આવ્યા હતા. ગઈ તા. 7ના રોજ તરુણીએ પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરતા તેને અને તેના પુત્રને સંસ્થાના મહિલા કર્મચારી પદ્મકુંવરબા હોસ્પિટલે લઈ ગયા હતા. જ્યાં મહિલા કર્મચારીને કેસ કઢાવવા મોકલી દીધા બાદ તરુણી અને તેનો પુત્ર ગાયબ થઈ ગયા હતા. જેથી આ અંગે જે તે વખતે પોલીસમાં અરજી કરાઈ હતી. બાદમાં આજે એ ડિવિઝન પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આરોપી તરીકે અજાણ્યા શખ્સોનું નામ આપવામાં આવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ