ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગર ગામમાં મતદાર યાદી સુધારણા કામગીરીને લઈને વિવાદ સર્જાયો છે. ગામના સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે મતદાર યાદીમાંથી તેમના નામ ખોટી રીતે કમી કરવા માટે ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરવામાં આવ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રાજ્યભરમાં ચાલી રહેલી મતદાર યાદી વિશેષ સુધારણા ઝુંબેશ બાદ કેટલાક મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. તેઓ હાલ નિમકનગર ગામે જ નિવાસ કરતા હોવા છતાં, અયોગ્ય કારણો દર્શાવી તેમના નામ યાદીમાંથી દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ મુદ્દાને લઈને ગામના રહેવાસીઓએ ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. તેમણે સમગ્ર મામલે નિષ્પક્ષ અને સઘન તપાસ કરવાની માંગણી કરી છે.
