અમેરિકાના મોટા િંથક ટેક્ધ કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સએ ચેતવણી આપી છે કે ૨૦૨૬માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ થઈ શકે છે. ઝ્રહ્લઇના રિપોર્ટ ‘કોન્લિક્ટ્સ ટુ વોચ ઇન ૨૦૨૬ અનુસાર, કાશ્મીરમાં આતંકવાદૃી પ્રવૃત્તિઓ વધવાથી બંને દૃેશો વચ્ચે સંઘર્ષની મધ્યમ સંભાવના છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે જો ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ થાય છે, તો એની અસર અમેરિકાનાં હિતો પર પણ મધ્યમ સ્તર સુધી પડી શકે છે, જોકે જમ્મુ-કાશ્મીરમાં હજુ સુધી કોઈ મોટો આતંકવાદૃી હુમલો થયો નથી, પરંતુ ગુપ્તચર એજન્સીઓ અનુસાર આ શિયાળામાં જમ્મુ ક્ષેત્રમાં ૩૦થી વધુ પાકિસ્તાની આતંકવાદૃીઓ સક્રિય છે.
આ તરફ ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૦ મેના રોજ થયેલા યુદ્ધવિરામ છતાં બંને દૃેશોએ હથિયારોની ખરીદૃી તેજ કરી દૃીધી છે. ભારતમાં સંરક્ષણ અધિગ્રહણ પરિષદૃ એ હાલમાં ૭૯ હજાર કરોડ રૂપિયાના સંરક્ષણ સોદૃાઓને મંજૂરી આપી છે, જેમાં ડ્રોન, એર-ટુ-એર મિસાઈલ અને ગાઈડેડ બોમ્બનો સમાવેશ થાય છે.
બીજી તરફ પાકિસ્તાને પણ તુર્કી અને ચીન પાસેથી નવાં ડ્રોન અને એર ડિફેન્સ સિસ્ટમ ખરીદૃવા માટે વાતચીત શરૂ કરી છે, જેથી ઓપરેશન િંસદૃૂર દૃરમિયાન સામે આવેલી નબળાઈઓને દૃૂર કરી શકાય.રિપોર્ટમાં એક વધુ મોટા ખતરા તરફ ઈશારો કરવામાં આવ્યો છે. ઝ્રહ્લઇ અનુસાર, ૨૦૨૬માં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ સશસ્ત્ર સંઘર્ષની મધ્યમ સંભાવના છે, જોકે એની અસર અમેરિકી હિતો પર ઓછી થશે.
ઝ્રહ્લઇનો આ અહેવાલ અમેરિકી વિદૃેશનીતિ નિષ્ણાતોના સર્વે પર આધારિત છે. એનો હેતુ અમેરિકી નીતિ-નિર્માતાઓને એ ક્ષેત્રો વિશે સાવચેત કરવાનો છે, જ્યાં ભવિષ્યમાં સંઘર્ષ ફાટી નીકળી શકે છે.
અહેવાલમાં સંઘર્ષોને ત્રણ શ્રેણી ટિયર-૧, ટિયર-૨ અને ટિયર-૩માં વિભાજિત કરવામાં
આવ્યા છે, જેથી એ સમજી શકાય કે ક્યાં સંઘર્ષની સંભાવના અને એની અસર કેટલી ગંભીર હોઈ શકે છે.
