અમેરિકામાં હિમતોફાન: ૭ રાજ્યોમાં કટોકટી જાહેર

અત્યાર સુધીમાં આશરે ૧૪.૯ ઇંચ બરફવર્ષા થઈ

અમેરિકાના ઉત્તર-પૂર્વમાં આવેલા ભીષણ હિમ તોફાન એટલે કે બોમ્બ સાયક્લોનને અમેરિકાના અનેક રાજ્યમાં જનજીવન ઠપ કરી દૃીધું છે. ચોતરફ બરફની સફેદૃ ચાદૃર પથરાઈ જતાં ન્યૂયોર્ક સહિત ૭ રાજ્યમાં ’સ્ટેટ ઓફ ઇમરજન્સી’ (કટોકટી) જાહેર કરાઈ છે, જેમાં ન્યૂ જર્સી, કનેક્ટિકટ, મેસેચ્યુસેટ્સ, ડેલવેર, રોડ આઇલેન્ડ અને મેરીલેન્ડ પણ સામેલ છે. આ તમામ રાજ્યોમાં વહીવટી તંત્રે મુસાફરી પર પ્રતિબંધ મૂકાયો છે અને નાગરિકોને ઘરમાં જ રહેવાની કડક સૂચના આપી છે.
આ હિમ તોફાનના અનેક દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહૃાા છે. ખાસ કરીને વિશ્ર્વપ્રસિદ્ધ ટાઈમ્સ સ્ક્વેર અત્યારે સ્લેિંજગ ગ્રાઉન્ડમાં ફેરવાઈ ગયું છે, જ્યાં બાળકો બરફમાં રમી રહૃાા છે. તો સેન્ટ્રલ પાર્ક સંપૂર્ણપણે બરફથી ઢંકાઈ ગયો છે. નેશનલ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી અંદૃાજે સરેરાશ ૩૦ ઈંચ જેટલો બરફ ખાબક્યો છે અને હજુ પણ હિમવર્ષા ચાલુ છે. વહીવટી તંત્ર સતત રસ્તાઓ પરથી બરફ હટાવવાની કામગીરી કરી રહૃાું છે, પરંતુ સતત પડતી હિમવર્ષા પડકારરૂપ બની રહી છે.
આ ભીષણ તોફાનને પગલે ન્યૂયોર્ક જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર-પૂર્વ અમેરિકાને બાનમાં લીધું છે. સરકારે અનિશ્ર્ચિતકાળ સુધી સ્કૂલ-કોલેજો બંધ રાખવાનો આદૃેશ કર્યો છે, જેથી લાખો વિદ્યાર્થીઓએ ઘરેથી જ અભ્યાસ શરૂ કર્યો છે. બીજી તરફ, અત્યંત ખરાબ વાતાવરણના કારણે સેંકડો લાઈટ્સ રદૃ કરાઈ છે, જેથી હજારો મુસાફરો એરપોર્ટ પર અટવાઈ ગયા છે. ભારે પવન અને બરફના કારણે આશરે પાંચ લાખ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે, જેમાં સૌથી વધુ અસર મેસેચ્યુસેટ્સમાં જોવા મળી હતી.
આ ભીષણ હવામાનને કારણે શનિવારથી મંગળવાર વચ્ચે ૧૦,૦૦૦થી વધુ લાઇટ્સ રદૃ કરાઈ છે. ૨૩ ફેબ્રુઆરીએ જ ૫,૦૦૦થી વધુ અને ૨૪ ફેબ્રુઆરીએ ૧,૩૦૦થી વધુ લાઇટ્સ રદૃ કરી દૃેવામાં આવતા લાખો મુસાફરો અટવાયા છે. ન્યૂયોર્કનું ત્નહ્લ, લાગુઆર્ડિયા અને બોસ્ટનનું લોગાન ઍરપોર્ટ સૌથી વધુ પ્રભાવિત છે. આ શક્તિશાળી હિમ તોફાનની શરૂઆત ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૬, સોમવારની મોડી રાતથી થઈ હતી. ત્યાર પછી બીજા દિૃવસે ૨૪ ફેબ્રુઆરીની સવાર સુધીમાં તો તોફાને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને કારણે સત્તાધીશોએ તાત્કાલિક ધોરણે સુરક્ષાના પગલાં લેવા પડ્યા હતા. નિષ્ણાતોના મતે, આ સિઝનનું આ સૌથી શક્તિશાળી હિમ તોફાન હોઈ શકે છે. આ પ્રકારના હિમ તોફાનને ’બોમ્બ ચક્રવાત’ કહેવામાં આવે છે. હવામાન વિજ્ઞાનીઓએ આ તોફાનને દૃાયકાનું સૌથી શક્તિશાળી તોફાન ગણાવ્યું છે, જેને ’બોમ્બ ચક્રવાત’ કહેવામાં આવે છે. ’બોમ્બ ચક્રવાત ત્યારે સર્જાય છે જ્યારે ૨૪ કલાકના ગાળામાં તોફાનનું દૃબાણ ચોક્કસ માત્રામાં ઘટી જાય છે. આ પ્રકારના હિમ તોફાન મોટા ભાગે શરદૃ અને શિયાળામાં આવે છે. આ ગાળામાં આર્કટિકની ઠંડી હવા દૃક્ષિણ સુધી પહોંચીને ગરમ તાપમાન સાથે અથડાય છે, જેથી આ સ્થિતિ સર્જાય છે.

રિલેટેડ ન્યૂઝ