ઇરાનને અમેરિકી પ્રમુખે આપી છેલ્લી ચેતવણી
યુધ્ધ કયારે પુરૂ કરવુ તે અમો નક્કી કરીશુ:ઇરાનનો વળતો હુંકાર
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે એક મોટું નિવેદૃન આપતા જણાવ્યું છે કે, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું આ યુદ્ધ હવે લગભગ સમાપ્તિના આરે છે. ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા સંયુક્ત સૈન્ય હુમલા બાદૃ ઈરાનની શક્તિ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગઈ છે. તેમણે દૃાવો કર્યો હતો કે આ લડાઈ હવે તેના અંતિમ તબક્કામાં છે અને ઈરાન પાસે હવે પ્રતિકાર કરવાની ક્ષમતા બચી નથી.ટ્રમ્પે ઈરાનની સૈન્ય સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપતા કહૃાું કે, ‘તેહરાનની કોમ્યુનિકેશન સિસ્ટમ અને નેવી સંપૂર્ણપણે નાશ પામી છે. આ ઉપરાંત ઈરાનની વાયુસેના અને મિસાઇલ સિસ્ટમ પણ ધ્વસ્ત થઈ ગઈ છે.
ટ્રમ્પે જણાવ્યું કે તેમના ડ્રોન દૃરેક જગ્યાએ તોડી પાડવામાં આવ્યા છે અને ડ્રોન બનાવતી ફેક્ટરીઓ પણ હવે અસ્તિત્વમાં નથી.
આ સાથે જ તેમણે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ હવે વ્યાપારી જહાજો માટે ખુલ્લું હોવાનો દૃાવો કર્યો છે અને અમેરિકા આ મહત્ત્વના દૃરિયાઈ માર્ગ પર પોતાનું નિયંત્રણ મેળવવા વિચારી રહૃાું છે.
તો ઇરાન્ો ટ્રમ્પને જવાબ આપતા કહૃાું હતું કે યુધ્ધ કયારે પુરૂ કરવુ ત્ો અમે નક્કી કરીશુ. હોર્મુઝ જળમાર્ગ બંધ રહેશે. ત્ોલનું એક ટીપુ પણ અહીંથી પસાર થવા દૃેવાશે નહીં.
વિશ્ર્વ યુધ્ધનો ખતરો ટળ્યો : ટ્રમ્પ-પુતિન વચ્ચે એક કલાક વાતચીત
અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુધ્ધના કારણે વિશ્ર્વના અનેક દેશોનું ટેન્શન વધ્યું છે. મિડલ ઈસ્ટના દેશોમાંથી ઓઈલ અને ગેસની સપ્લાય લગભગ ઠપ પડી ગઈ છે. એવામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે એક કલાક સુધી ટેલિફોનિક વાતચીત થઈ છે.
ટ્રમ્પ અને પુતિન વચ્ચે એક કલાક સુધી ઈરાન અને યુક્રેન મુદ્દે ટેલિફોનિક વાતચીત થઈ. રશિયાના વિદેશ નીતિના સલાહકાર યુરી ઉષાકોવના જણાવ્યા અનુસાર, પુતિને ટ્રમ્પ સાથેની વાતચીત દરમિયાન ઈરાન યુદ્ધ રોકવાનો ખાસ પ્લાન શેર કર્યો હતો. રશિયાનો દાવો છે કે આ વાતચીતની પહેલ અમેરિકાએ કરી હતી.
આ સાથે જ પુતિને યુક્રેન મામલે ટ્રમ્પ દ્વારા કરવામાં આવી રહેલી મધ્યસ્થીના પણ વખાણ કર્યા.
તેમણે ઈરાન અને યુક્રેન ઉપરાંત, બંને નેતાઓએ વેનેઝુએલાની સ્થિતિ પર પણ ચર્ચા કરી હતી.
