અફઘાનિસ્તાન માટે યુએનના ઉપ વિશેષ પ્રતિનિધિ જોર્જેટ ગેગ્નોને પણ આ સંઘર્ષને કારણે થતા આર્થિક નુકસાન અંગે િંચતા વ્યક્ત કરી છે
ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદૃમાં અફઘાનિસ્તાન પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાની આકરી િંનદૃા કરી છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે સોમવારે સુરક્ષા પરિષદૃમાં કહૃાું હતું કે, ‘એક તરફ આંતરરાષ્ટ્રીય કાયદૃા અને ઇસ્લામી એકતાની મોટી વાતો કરવી અને બીજી તરફ પવિત્ર રમઝાન માસમાં નિર્દૃોષ લોકો પર હવાઈ હુમલા કરવા તે પાકિસ્તાનનો દૃંભ અને પાખંડ છે. આ હુમલાઓમાં મોટાભાગે મહિલાઓ અને બાળકોના મોત થયા છે, જે કોઈપણ દૃેશની સંપ્રભુતા અને યુએન ચાર્ટરનું સીધું ઉલ્લંઘન છે.પી. હરીશે વધુમાં વિગત આપતા જણાવ્યું કે, ૬ માર્ચ, ૨૦૨૬ સુધીમાં થયેલા આ હુમલાઓમાં ૧૮૫ નિર્દૃોષ નાગરિકો માર્યા ગયા છે, જેમાં ૫૫%થી વધુ મહિલાઓ અને બાળકો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ઇસ્લામાબાદૃ પોતે જ આતંકવાદૃી સંગઠનોનો ઉપયોગ પાડોશી દૃેશો પર હુમલા કરવા માટે કરે છે. ભારત તરફથી લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદૃ અને ‘ધ રેઝિસ્ટન્સ ળન્ટ જેવા આતંકવાદૃી સંગઠનો સામે આંતરરાષ્ટ્રીય સમુદૃાયને એક થવા અપીલ કરવામાં આવી હતી. ખાસ કરીને એપ્રિલમાં પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે આતંકવાદૃ સામે સખત પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.અફઘાનિસ્તાન માટે યુએનના ઉપ વિશેષ પ્રતિનિધિ જોર્જેટ ગેગ્નોને પણ આ સંઘર્ષને કારણે થતા આર્થિક નુકસાન અંગે િંચતા વ્યક્ત કરી છે. પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથેની તેની સરહદૃો બંધ કરી દૃેતા હવે વેપાર માટે માત્ર ઈરાનનો માર્ગ જ બચ્યો છે, પરંતુ ત્યાં પણ યુદ્ધ જેવી સ્થિતિને કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં મોટો વધારો થયો છે. સરહદૃો પર વધતી અસ્થિરતાને કારણે અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થા અત્યંત નબળી પડી રહી છે, જે સમગ્ર દૃેશની સ્થિરતા માટે ખતરો બની રહી છે.
