કતારમાં વિશ્ર્વનો સૌથી મોટો LNG પ્લાન્ટ ફુંકી મારતુ ઇરાન

અમેરિકા-ઇઝરાયેલના હુમલા સામે હવે ઇરાન આક્રમક

ઇઝરાયલ-અમેરિકા અન્ો ઇરાન વચ્ચે ચાલી રહેલ યુધ્ધ વધુ ભીષણ બન્યું છે અમેરિકાએ ઇરાનના ઓઇલ-ગ્ોસ ફિલ્ડ પર ૫૦૦ પાઉન્ડનો બંકર બંસ્ટર મહા બોમ્બ ઝીક્યા બાદૃ બીજા દિૃવસ્ો ઇરાન્ો યુએઇમાં કતારમાં વિશ્ર્વના સૌથી મોટા રાસ લફાન એલએનજી પ્લાન્ટ પર મિસાઇલ હુમલો કરીન્ો ફુંકી મારતા વિશ્ર્વમાં ઇંધણ સંકટ વધુ ઘેરુ બનવાની દૃહેશત સર્જાઇ છે.

પ્લાન્ટમાં વિસ્ફોટ-આગજની-દૃુનિયાના ૨૦% એલએનજી સપ્લાય ઠપ્પ:અબુધાબીના દૃુનિયાના સૌથી મોટા ઓનશોર ગ્ોસ પ્રોસ્ોસિંગ પ્લાન્ટ પણ મિસાઇલના કાટમાળ પડતા બંધ કરાયો

તહેરાન: અમેરિકા-ઈઝરાયેલના સંયુક્ત હુમલાનો સામનો કરી રહેલા અને એક પછી એક ટોચના નેતૃત્વને ગુમાવી રહેલા ઈરાને હવે આ યુદ્ધને સૌથી ખતરનાક તબકકામાં લઈ જતા પાડોશી કતારના દુનિયાના સૌથી મોટા એલએનજી પ્લોટ પર એક બાદ એક શક્તિશાળી ગેસ પ્લાંટ ઉપરાંત સાઉદી સહિતના ઓઈલ મથકો પર ભારે હુમલો કરતા આરબ રાષ્ટ્રો ખળભળી ઉઠયા છે અને હવે તેઓ પણ ઈરાન સામેના જંગમાં જોડાય તો આ યુદ્ધ મહાભયંકર કક્ષાએ પહોંચે તેવી ધારણા છે તો બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ એલ.એન.જી. પ્લાંટ સહિત ગલ્ફના દેશોના મહત્વના મથકો પર ઈરાનના વધી રહેલા ભીષણ હુમલા સામે ચેતવણી આપી છે કે અમોએ ઈરાન પર 7800 હુમલા કરીને તેને લગભગ ખત્મ કર્યુ છે પણ હવે બાકી બચેલા ઈરાનનો પણ ખુરદો બોલાવી દેશે. ઈરાને આ એલએનજી પ્લાંટ પર હુમલો કરતા હવે વિશ્ર્વમાં એલએનજી સહિતના ગેસનું સંકટ વધે તેવો ભય છે. અગાઉ ઈઝરાયેલે એક હુમલામાં ઈરાનના સાઉથ પાસે ગેસ ફિલ્ડને નિશાન બનાવી હુમલો કરતા ઈરાને અગાઉ આપેલી ચેતવણી મુજબ તેણે ગલ્ફના દેશોના ક્રુડ ઓઈલ ગેસ મથકોને નિશાન બનાવી ને આક્રમણનો નવો દૌર શરુ કર્યો છે.
ગઈકાલે રાત્રીના કતારમાં સૌથી મહત્વના ગણાતા રસ લાફાન ઈન્ડસ્ટ્રીયલ સીટી પર ભારે મિસાઈલ હુમલો કર્યો હતો. આ દુનિયાનું સૌથી મોટું કુદરતી ગેસ (એલએનજી) નિકાસ પ્લાંટ આવેલા છે અને દુનિયાના એલપીજીનો 20% હીસ્સો આ ક્ષેત્ર પુરો પાડે છે.
કતારના અધિકારીઓના જણાવ્યા મુજબ રાત્રીના એક બાદ એક ચાર મિસાઈલ આ પ્લાંટ પર દાગવામાં આવ્યા હતા તે ઈન્ટરસેપ્ટ કરીને હવામાંજ તોડી પડયા પણ પોતાનું મિસાઈલ સૌથી ખતરનાક એલએનજી ડેપો પર ખાબકતા જ પ્રચંડ ધડાકાઓની હારમાળા, આગજની શરૂ થઈ હતી અને એક બાદ એક એલએનજી ટર્મીનલ તેમાં હોમાતા જતા સમગ્ર પ્લાંટને ભારે નુકશાન પહોંચ્યુ છે.
જો કે તમામ કર્મચારીઓને સલામત કરાયા છે પણ પ્લાંટ ઠપ્પ થઈ ગયો છે અને તમામ કામકાજ રોકી દેવાયુ છે. કતારમાં પણ ગેસ ડીલીવરીમાં આફતી સ્થિતિ જાહેર થઈ છે. આ હુમલા બાદ વિશ્ર્વના ક્રુડતેલ ગેસ- શેરબજારોમાં જબરો હાહાકાર મચી ગયો છે. આ હુમલાના કારણે એશિયાથી યુરોપ સુધી મોટી એલએનજી કટોકટી ઉભી થઈ શકે છે અને આ હુમલાના કારણે મધ્યપુર્વમાં ભડકાની સ્થિતિ વધુ ઉગ્ર બની છે. અબુધાબીનો હબશાન ગેસ પ્લાંટ પણ એક મિસાઈલના કાટમાળ પડતા બંધ કરવાની ફરજ પડી છે તો કતારના પ્લાંટની આગ હજુ ભડકી રહી છે.
અબુધાબી નેશનલ ઓઈલ કંપનીના હબશાન પ્લાંટ સૌથી મોટો ઓનશોર ગેસ પ્રોસેસીંગ પ્લાંટ છે. જેમાં 60 અબજ ગેસ રોજ ઉત્પાદીત થાય છે અને પુરુ સાઉથ કોરિયા તેના પર નિર્ભર છે.

દૃુનિયાભરનો એલએનજીનો સપ્લાય ખોરવાશે:ભારત પર વધુ માઠી અસર થશે

ઈરાન યુદ્ધના કારણે એલ.એન.જી. સંકટનો સામનો કરી રહેલા ભારત માટે હવે કતારના વિશાળ ગેસ સ્ટોરેજ મથક પર હુમલો અને તે બંધ થવાની ચિંતા વધી છે. કારણ કે તેનાથી હવે દુનિયાભરની સપ્લાય ચેઈન વધુ ખોરવાશે. ભારત અગાઉથી જ તેની આવશ્યકતાના 40% એલએનજી આ ક્ષેત્રમાંથી મેળવે છે જે અગાઉથી જ ખોરવાયુ છે તે વચ્ચે રાસ લફાન પ્લાંટની સપ્લાય રોકાશે જેની હોર્મુજ જળમાર્ગથી ભારતને સપ્લાય થવાની જે શકયતા હતી તે પણ બંધ થઈ જશે. આ હુમલાથી અને તે પુર્વેની સ્થિતિની એલએનજીના બેચમાર્ક ભાવમાં 30થી40% નો ઉછાળો આવી ગયા છે. ભારતમાં સીએનજી અને એલપીજી અને એલપીજી માટે આ ગેસ મહત્વનો છે અને દુનિયાભરમાં હાલ આ ગેસની સપ્લાય ચેન તૂટી ગઈ છે.

કુવૈતની બીજી રિફાઈનરી પર ઈરાનનો ડ્રોન હુમલો: અરામકોને પણ ફરી નિશાન બનાવાઈ

રીયાધ: મધ્યપુર્વમાં ઈરાને અમેરિકા-ઈઝરાયેલ પર દબાણ વધારવા ગલ્ફના દેશોના તેલ-ગેસ મથકો એરપોર્ટ તથા અન્ય મહત્વના સ્થાનો પર શરૂ કરેલા હુમલામાં કતાર સૌથી મોટા ગેસ પ્લાંટ પર હુમલો કરીને તેને ભડકે બળતો કર્યા પછી હવે કુવૈતની વધુ એક ક્રુડ રિફાઈનરી તથા સાઉદી અરેબીયાની જાણીતી અરામકો રિફાઈનરી પર પણ ડ્રોન હુમલા કરતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. કુવૈત પેટ્રોલીયમ કોર્પોરેશને સ્વીકાર્યુ કે મીના અલ અહમદી રિફાઈનરી પર એક ડ્રોન હુમલો થયો છે જેના કારણે રિફાઈનરીમાં આગ લાગી હતી અને રિફાઈનરીને હાલ મર્યાદીત ક્ષેત્રમાં બંધ કરવાની ફરજ પડી છે અને સ્થિતિ કંટ્રોલમાં લેવા પ્રયાસ ચાલુ છે. બીજી તરફ સાઉદી અરેબીયા અને વિશ્ર્વની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી અરામકો પર ફરી હુમલો થયો છે. ઈરાને અહી રિફાઈનરી ક્ષેત્રમાં કાળા ધુમાડા નીકળતા જોવા મળ્યા છે.

રિલેટેડ ન્યૂઝ