૨૦૧૨થી અત્યાર સુધીમાં ૧૦ લાખથી વધુ સરકારી કર્મચારીઓ-અધિકારીઓ સામે કાર્યવાહી કરાઈ
ચીનમાં ભ્રષ્ટાચાર અને લાંચ લેવી હવે બે પૂર્વ સંરક્ષણ મંત્રીઓને ભારે પડી છે. ચીનની એક અદૃાલતે પૂર્વ સંરક્ષણ મંત્રી વેઈ ફેન્હે અને લી શાંગફુને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો હેઠળ દૃોષિત ઠેરવીને મોતની સજા સંભળાવી છે. આ બંને નેતાઓ એક સમયે રાષ્ટ્રપતિ શી જિનિંપગની અત્યંત નજીક ગણાતા હતા.
વેઈ ફેન્હે વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૩ સુધી ચીનના સંરક્ષણ મંત્રી હતા. ત્યારબાદૃ લી શાંગફુને આ પદૃ સોંપવામાં આવ્યું હતું, પરંતુ માત્ર થોડા મહિનાઓમાં જ તેમની સામે ભ્રષ્ટાચારની તપાસ શરૂ થતા તેમને પદૃ પરથી હટાવી દૃેવામાં આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે ફેન્હે જ્યારે રોકેટ ફોર્સના વડા હતા ત્યારે તેમણે કોન્ટ્રાક્ટરો પાસેથી મોટી રકમની લાંચ અને મોંઘી ભેટો લીધી હતી. તે જ રીતે લી શાંગફુ પર પણ લશ્કરી ઉપકરણોની ખરીદૃીમાં ગેરરીતિ અને અનિયમિતતાના ગંભીર આરોપો લાગ્યા હતા.
૨૦૧૨માં સત્તા સંભાળ્યા પછી રાષ્ટ્રપતિ શી જિનિંપગે ’એન્ટી કરપ્શન કેમ્પેઈન’ શરૂ કર્યું હતું.
આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૧૦ લાખથી વધુ સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અહેવાલો મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં ચીનમાં ભ્રષ્ટાચારના કેસમાં ૧૫,૦૦૦ થી વધુ પૂર્વ અધિકારીઓને સજા કરવામાં આવી છે, જેમાં ૧૦૦ થી વધુ ઉચ્ચ કક્ષાના સૈન્ય અધિકારીઓ સામેલ છે.
ચીન તેની ન્યાયિક પ્રણાલીમાં ભ્રષ્ટાચાર પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા રાખે છે. ૨૦૨૨ થી ૨૦૨૫ ના ગાળામાં જ લાંચ લેવાના આરોપમાં ત્રણ મોટા અધિકારીઓને મોતની સજા આપવામાં આવી છે. આ કડક સજા પાછળનો હેતુ સેના અને પ્રશાસનમાં શિસ્ત જાળવવાનો અને ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખેડવાનો છે. આ ફેંસલાએ ચીની પ્રશાસનમાં હડકંપ મચાવી દૃીધો છે.
