હાલમાં સમગ્ર યુરોપ કુદૃરતનો પ્રકોપનો સામનો કરી રહૃાો છે. સહારાના રણમાંથી ફૂંકાતા ગરમ પવનો અને વાતાવરણમાં સર્જાયેલા હીટ ડોમને કારણે યુરોપના મોટાભાગના દૃેશોમાં તાપમાન ૪૫ઝ્રને પાર પહોંચી ગયુ છે. મે મહિના બાદૃ જૂનમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાનો છે. જેના કારણે ફ્રાન્સ, સ્પેન, જર્મની અને બ્રિટન જેવા દૃેશો ગંભીર સંકટમાં મુકાઇ ગયા છે.
ફ્રાન્સમાં સ્થિતિ અત્યંત િંચતાજનક છે. દૃેશના એક તૃતીયાંશ ભાગમાં ’રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ કાળઝાળ ગરમી વચ્ચે એક અત્યંત દૃયદ્રાવક ઘટના દૃક્ષિણ ફ્રાન્સના કાર્પેન્ટ્રસ શહેરમાં બની હતી, જ્યાં કારની અંદૃર બે નાના બાળકોના ગરમીના કારણે મોત થયા હતા. પાર્ક કરેલી કારમાં અસહૃા ગરમીના કારણે થયેલા આ મૃત્યુએ વાલીઓમાં અને તંત્રમાં ભારે ગભરાટ ફેલાવી દૃીધો છે.
બ્રિટનમાં તાપમાન ૪૦૦ઝ્ર સુધી પહોંચતા ત્યાં ’જીવન માટે જોખમ’ એટલે કે લાલ ચેતવણી જારી કરવામાં આવી છે.
અસહૃા ગરમીને કારણે રસ્તાઓ પીગળી રહૃાા છે અને રેલના પાટા વિકૃત થઈ રહૃાા છે, પરિણામે ટ્રેન અને વિમાન સેવાઓ ખોરવાઈ ગઈ છે. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીએ ચેતવણી આપી છે કે વીજળી, પાણી, ગેસ અને મોબાઈલ નેટવર્ક જેવી આવશ્યક સેવાઓ પણ ગરમીના કારણે ઠપ્પ થઈ શકે છે. સ્પેનમાં પણ ગરમીને કારણે જાહેર કાર્યક્રમો રદૃ કરવામાં આવ્યા છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ આત્યંતિક ગરમી પાછળ માનવ-પ્રેરિત આબોહવા પરિવર્તન મુખ્ય જવાબદૃાર છે. છેલ્લા ચાર વર્ષમાં સમગ્ર યુરોપમાં ગરમી સંબંધિત કારણોસર ૨ લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે આવનારા પાંચ વર્ષમાં તાપમાનના નવા અને ભયાનક રેકોર્ડ તૂટી શકે છે. નિષ્ણાત અક્ષય દૃેવરાસના મતે, વાતાવરણમાં ઉમેરાતી વધારાની ગરમીને કારણે હવામાન અત્યંત આત્યંતિક બની રહૃાું છે.
