એલપીજી, ક્રુડતેલ લઇ ભારત આવતા ૧૧ જહાજોએ હોર્મુઝ પાર કર્યુ

ખાતરના જથ્થા સાથે ૪ જહાજોનું ભારતમાં આગમન

અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી બાદૃ હોર્મુઝની સામુદ્રધુની ખોલવામાં આવી છે. દૃરમિયાન, ભારતના વિદૃેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે હાલમાં પર્શિયન ગલ્ફ ક્ષેત્રમાં ૧૦ ભારતીય લેગવાળા જહાજો હાજર છે, જે નિકળવા માટે રાહ જોઈ રહૃાા છે. જ્યારે અન્ય બે ભારતીય જહાજો આ બાજુથી પર્શિયન અખાતમાં ગયા છે. જેનો અર્થ એ છે કે હોર્મુઝની સામુદ્રધુની ખુલ્લી છે અને જહાજો સરળતાથી આવતા અને જતા હોય છે.
રણધીર જયસ્વાલે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ દૃરમિયાન કહૃાું હતું કે ૧૭ જૂને અમેરિકા-ઈરાન વચ્ચે થયેલા એમઓયુ બાદૃ અત્યાર સુધીમાં ભારત જતા ૧૧ જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝ સામુદ્રધુનીને પાર કરી ચૂક્યા છે. તેમાં ત્રણ ભારતીય લેગ ક્રૂડ ઓઇલ ટેક્ધરનો સમાવેશ થાય છે, જેમાં લગભગ ૨.૮૫ લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ ભરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, એક વિદૃેશી ધ્વજ એલપીજી કેરિયર, એક વિદૃેશી લેગ ક્રૂડ ઓઇલ ટેક્ધર અને ખાતર વહન કરતા છ વિદૃેશી લેગ બલ્ક કેરિયર્સનો પણ સમાવેશ થાય છે.
વિદૃેશ મંત્રાલયે આશા વ્યક્ત કરી છે કે પર્શિયન અખાતમાં બાકીના ભારતીય ધ્વજવંદૃનવાળા જહાજો પણ હોર્મુઝની સામુદ્રધુનીને પાર કરીને સુરક્ષિત રીતે ભારત પહોંચશે. મંત્રાલય ભારતીય જહાજો અને સમુદ્રી નાવિકોની સલામતી અને સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા સંબંધિત દૃેશો અને એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે.
ભારતની ખાતર સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોના ભાગરૂપે, ખાતરથી ભરેલા ચાર મહત્વપૂર્ણ કાર્ગો જહાજોએ ’સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ને સફળતાપૂર્વક પાર કરી લીધી છે. યુરિયા, ડાય-એમોનિયમ ફોસ્ફેટ (ડ્ઢછઁ) અને સલ્ફર જેવા આવશ્યક ખાતરો લઈને આ જહાજો હવે ભારતના કૃષ્ણપટ્ટનમ, કાકીનાડા, પારાદૃીપ અને મુન્દ્રા બંદૃરો તરફ આગળ વધી રહૃાા છે. આ માલસામાનના આગમન સાથે જ દૃેશનો ખાતર ભંડાર વધુ સમૃદ્ધ થશે અને ખરીફ ૨૦૨૬ની સીઝનમાં ખેડૂતોની જરૂરિયાતોને સમયસર પૂર્ણ કરવામાં મદૃદૃ મળશે.કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલયના અહેવાલ મુજબ,૨૨ જૂન, ૨૦૨૬ સુધીમાં દૃેશમાં કુલ ખાતરનો સ્ટોક ૧૯૬.૦૮ લાખ ટન સુધી પહોંચી ગયો છે, જે ગયા વર્ષના સમાન ગાળાના૧૬૮.૬૭ લાખ ટનની તુલનામાં નોંધપાત્ર વધારો છે. આ સ્ટોકમાં યુરિયા ૮૧.૪૪ લાખ ટન, ડ્ઢછઁ ૨૦.૯૨ લાખ ટન અને દ્ગઁ ૫૫.૯૧ લાખ ટનનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, ૧ માર્ચથી ૨૧ જૂન વચ્ચે કુલ ખાતરનું વેચાણ ૧૫૩.૪ લાખ ટન નોંધાયું છે, જે દૃર્શાવે છે કે કૃષિ ક્ષેત્રમાં માંગ અને ગતિવિધિઓ ઝડપથી વધી રહી છે.
સરકારે ખેડૂતોને વૈશ્ર્વિક બજારની અનિશ્ર્ચિતતાઓથી બચાવવા માટે ’આત્મનિર્ભર ભારત’ અંતર્ગત સ્વદૃેશી ખાતર ઉત્પાદૃનને સતત પ્રોત્સાહન આપ્યું છે. તાજેતરના સમયમાં સ્થાનિક ઉત્પાદૃન ૧૩૩.૧૨ લાખ મેટ્રિક ટન સુધી પહોંચ્યું છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ૨૮ ભારતીય મિશન દ્વારા ઓમાન, મલેશિયા, રશિયા, મોરોક્કો અને જોર્ડન જેવા દૃેશો સાથે સંકલન સાધીને ખાતરની આયાત સુનિશ્ર્ચિત કરવામાં આવી છે. ૧.૭૭ મિલિયન મેટ્રિક ટન યુરિયાની ખરીદૃી માટેના વૈશ્ર્વિક ટેન્ડર અને ખરીફ સીઝન માટે ૯ મિલિયન મેટ્રિક ટનથી વધુ ખાતરનો સુરક્ષિત જથ્થો સરકારની ગંભીરતા દૃર્શાવે છે.
ખાતર વિભાગ હાલ રાજ્ય સરકારો, વિવિધ સહકારી સંસ્થાઓ અને વિતરણ એજન્સીઓ સાથે મળીને કામ કરી રહૃાું છે, જેથી ખાતરનો પુરવઠો છેવાડાના ખેડૂત સુધી કોઈપણ વિલંબ વગર પહોંચી શકે.
વૈશ્ર્વિક કટોકટીના આ સમયમાં ભારતની આ સફળતા માત્ર રાજદ્વારી કુશળતા જ નહીં, પરંતુ ખેડૂતો પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા પણ સાબિત કરે છે. સમયસર ખાતરની ઉપલબ્ધતા કૃષિ ઉત્પાદૃનમાં વધારો કરવામાં અને દૃેશની ખાદ્ય સુરક્ષાને અકબંધ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

રિલેટેડ ન્યૂઝ