દૃેશભરમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી અને ગરમી વચ્ચે હવામાન વિભાગની જાહેરાત
હવે પશ્ર્ચિમ ભારત તરફ ચોમાસુ આગળ વધશે:૩ થી ૪ દિૃવસ પછી ઉત્તરપ્રદૃેશમાં એન્ટ્રી થશે
બ્ો સપ્તાહના વિલંબ બાદૃ મુંબઇમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઇ જતાં વરસાદૃની ચાતક નજરે રાહ જોઇ રહેલા ગુજરાત સહિત પશ્ર્ચિમ ભારતના રાજ્યોમાં બ્ોથી ત્રણ દિૃવસમાં ચોમાસાનું આગમન થવાની આશા પ્રબળ બની છે. મંગળવારે મુંબઇ ઉપરાંત નવી દિૃલ્હી ત્ોમજ કોલકાતા સહિતના શહેરોમાં ધોધમાર વરસાદૃ પડતા બહાર નિકળેલા લોકોન્ો ફરજીયાત ભીંજાવુ પડ્યું હતું પણ કાળજાળ ગરમીમાંથી રાહત મળી હતી.
દિૃલ્હી, હરિયાણા, પંજાબ સહિતના રાજ્યોએ ચોમાસા માટે જાુલાઈ સુધી રાહ જોવી પડશે
લગભગ બે સપ્તાહના વિલંબ બાદ નૈઋત્યનું ચોમાસુ આજે મુંબઇ પહોંચી ગયું છે અને મહાનગરમાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે. ભારતીય હવામાન ખાતાએ ચોમાસાના મુંબઇમાં આગમનની સત્તાવાર જાહેરાત કરી છે એ તે હવે પશ્ર્ચિમ ભારત ભણી આગળ વધી રહી હોય તેવું પણ જણાવ્યું છે. મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે તેના પરથી હવામાન ખાતાએ આ જાહેરાત કરી છે. ચોમાસુ કેરળ પહોંચ્યા બાદ જે રીતે ધીમુ પડી ગયું હતું તે પછી તેનું મુંબઇમાં આગમન ગુજરાત માટે એક સારા સંકેત ગણાય છે. છેલ્લા 48 કલાકમાં મુંબઇમાં 49 મીલીમીટર વરસાદ નોંધાયો છે.
હાલ દૃેશભરમાં હવામાન બદૃલાઈ રહૃાું છે ત્યારે ગુજરાત માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૨ થી ૩ દિૃવસમાં દૃક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. જો કે, હાલ રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી અને ગરમીનો બેવડો માહોલ જોવા મળી રહૃાો છે, જેમાં ગાંધીનગરમાં સોમવારે તાપમાન ૪૧ઝ્ર ને પાર નોંધાયું હતું. બીજી તરફ, મુંબઈમાં સામાન્ય કરતાં ૧૨ દિૃવસની વિલંબ બાદૃ મંગળવારે ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે અને ત્યાં ધોધમાર વરસાદૃ શરૂ થયો છે.
ચોમાસું તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં આગળ વધી ચૂક્યું છે. હૈદૃરાબાદૃમાં ભારે વરસાદૃને કારણે અનેક વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે અને વીજળી ગુલ થઈ ગઈ છે.
મુંબઈમાં પણ આગામી સમય માટે વરસાદૃનું ’ઓરેન્જ એલર્ટ’ જાહેર કરાયું છે. જો કે, દૃેશમાં અત્યાર સુધી સરેરાશ સામાન્ય ૧૦૬ મિમીની સરખામણીએ માત્ર ૬૦.૬ મિમી વરસાદૃ પડ્યો છે,
જે સામાન્ય કરતાં ૪૩% ઓછો છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત અને મધ્યપ્રદૃેશમાં આગામી ૨-૩ દિૃવસમાં ચોમાસું પહોંચશે, જ્યારે ઉત્તર પ્રદૃેશમાં તેની એન્ટ્રી ૩-૪ દિૃવસ પછી થશે. દિૃલ્હી, હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોએ ચોમાસા માટે જુલાઈ સુધી રાહ જોવી પડશે. દિૃલ્હીમાં મંગળવારે બપોરે ધૂળની ડમરીઓ સાથે જોરદૃાર આંધી ચાલતા દિૃવસ દૃરમિયાન જ અંધારપટ છવાઈ ગયો હતો.દૃેશના ૮ રાજ્યો ગરમીની લપેટમાં છે, જ્યાં પારો ૪૦ઝ્ર ને પાર પહોંચી ગયો છે. દૃેશમાં સૌથી વધુ તાપમાન ઉત્તર પ્રદૃેશના પ્રયાગરાજમાં ૪૩.૩ઝ્ર નોંધાયું હતું.
આગામી ૨૪ અને ૨૫ જૂન દૃરમિયાન આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદૃેશમાં ભારે વરસાદૃનું ઓરેન્જ એલર્ટ છે, જ્યારે રાજસ્થાન, હિમાચલ, ઉત્તરાખંડ, દિૃલ્હી અને પંજાબમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે વાવાઝોડા સાથે વરસાદૃ થવાની સંભાવના છે.
