વિયેતનામ બોટ દૃુર્ઘટના બાદૃ ૧૫ ભારતીયોના પાર્થિવ દૃેહ વતન પહોંચ્યા

વિયેતનામના ફૂ ક્વોક ટાપુ નજીક થયેલા દૃુ:ખદૃ બોટ અકસ્માતમાં જીવ ગુમાવનારા ૧૫ ભારતીય નાગરિકોના પાર્થિવ દૃેહ લઈને વિશેષ વિમાન મુંબઈ પહોંચી ગયું છે. હનોઈ સ્થિત ભારતીય દૃૂતાવાસે આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર, ભારતીય દૃૂતાવાસ અને સંબંધિત રાજ્ય સરકારો મૃતકોના પાર્થિવ દૃેહ તેમના પરિવારજનો સુધી ઝડપથી પહોંચે તે માટે સંકલિત કામગીરી કરી રહૃાા છે.
ભારતીય દૃૂતાવાસે જણાવ્યું કે પાર્થિવ દૃેહોને મુંબઈ એરપોર્ટ પરથી સંબંધિત રાજ્યોમાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારો અને સ્થાનિક વહીવટી તંત્ર પરિવારજનો સાથે સતત સંપર્કમાં રહી જરૂરી સહાય પૂરી પાડી રહૃાા છે. દૃૂતાવાસે મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદૃના વ્યક્ત કરતાં જણાવ્યું કે સમગ્ર ભારતીય રાજદ્વારી તંત્ર આ મુશ્કેલ સમયમાં પરિવારોની સાથે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ૧૧ જુલાઈએ વિયેતનામના લોકપ્રિય પ્રવાસન સ્થળ ફૂ ક્વોક નજીક એક સ્પીડબોટ દૃુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. બોટમાં ભારતીય પ્રવાસીઓ ઉપરાંત સ્થાનિક ક્રૂના સભ્યો પણ સવાર હતા. અકસ્માતમાં ૧૫ ભારતીય પ્રવાસીઓના મોત થયા હતા, જ્યારે અન્ય ૧૬ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. બચાવાયેલા મોટાભાગના પ્રવાસીઓ સારવાર બાદૃ ભારત પરત ફરી ચૂક્યા છે. અહેવાલો મુજબ, અકસ્માતમાં ઘાયલ થયેલા એક ભારતીય પ્રવાસીની હાલત હજુ પણ ગંભીર છે અને તેની ફૂ ક્વોકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડૉક્ટરો તેની સ્થિતિ પર સતત નજર રાખી રહૃાા છે.
વિયેતનામના અધિકારીઓએ સમગ્ર ઘટનાની સત્તાવાર તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં બોટ સંચાલન અને સુરક્ષા સંબંધિત પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, તપાસના ભાગરૂપે સ્પીડબોટના સંચાલકની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.

રિલેટેડ ન્યૂઝ