૨૦૨૬નો ફિઝિક્સ નોબેલ ફ્રાન્સિસ હાલ્ઝેનને જાહેર

૨૦૨૬નો ફિઝિક્સ નોબેલ ફ્રાન્સિસ હાલ્ઝેનને મળ્યો:અવકાશમાંથી આવતા રહસ્યમય કણોની શોધ કરી; બ્રહ્માંડને સમજવામાં મદૃદૃ મળી
બેલ્જિયમમાં જન્મેલા અમેરિકન વૈજ્ઞાનિક ફ્રાન્સિસ હાલ્ઝેનને ૨૦૨૬નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર મળ્યું છે. તેમને આ પુરસ્કાર અંતરિક્ષમાંથી ધરતી સુધી આવતા અત્યંત શક્તિશાળી ન્યુટ્રિનોને પકડવા અને તેમના વિશે જાણકારી મેળવવામાં કરેલા મહત્ત્વપૂર્ણ કાર્ય માટે આપવામાં આવ્યો છે. તેમણે દૃક્ષિણ ધ્રુવના બરફમાં ન્યુટ્રિનો પકડતી આઈસક્યૂબ ઓબ્ઝર્વેટરી બનાવવાનો વિચાર આપ્યો હતો.
નોબેલ વિજેતાઓને ડિસેમ્બરમાં સ્વીડનના સ્ટોકહોમમાં સન્માનિત કરવામાં આવશે. તેમને મેડલ, ડિપ્લોમા અને પુરસ્કારની રકમ આપવામાં આવશે. ૨૦૨૬માં નોબેલ પુરસ્કારની રકમ આશરે ૧૧.૫ કરોડ રૂપિયા છે.

રિલેટેડ ન્યૂઝ