પુટિન સરકાર મામલાન્ો દૃબાવવાનો પ્રયાસ કરે છે પરંતુ જમીની હકિકત કંઈક અલગ જ છે
સોશિયલ મીડિયા પર હાલમાં ‘વિનાશ કે મહામારીની ભવિષ્યવાણી કરનાર તરીકે ઓળખાતા એક બ્રિટિશ ભવિષ્યવક્તાની ભવિષ્યવાણી ખૂબ વાઇરલ થઈ રહી છે. રશિયાની એક સિક્રેટ લેબમાં કામ કરતી ૨૮ વર્ષીય યુવા વિજ્ઞાની ડાર્યા શિપિલોવાના શંકાસ્પદૃ મૃત્યુના થોડા જ દિૃવસો પહેલાં આ ભવિષ્યવક્તાએ એક નવી અને જીવલેણ મહામારી આવવાનો મોટો દૃાવો કર્યો હતો. હવે લોકો આ વિજ્ઞાનીના મૃત્યુને તે ચેતવણી સાથે જોડીને જોઈ રહૃાા છે.યુકેના રહેવાસી ક્રેગ હેમિલ્ટન-પાર્કર અગાઉ કોરોના મહામારી અને મહારાણી એલિઝાબેથના મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરવાનો દૃાવો કરી ચૂક્યા છે. ગત મહિને ૨૪ સપ્ટેમ્બરે તેમણે એક વીડિયોમાં ચેતવણી આપી હતી કે દૃુનિયામાં ફેફસાં પર હુમલો કરનાર એક ખતરનાક બેક્ટેરિયલ મહામારી આવવાની છે, જેને કાબૂમાં લેવી ખૂબ મુશ્કેલ બનશે. હેમિલ્ટને દૃાવો કર્યો હતો કે તેમના ઘરે અચાનક આવેલા બે તિબ્બતી ભિક્ષુઓએ તેમને આ ગુપ્ત જાણકારી આપી હતી.આ અજીબોગરીબ ભવિષ્યવાણીના ઠીક પછી સાઇબિરીયાની એન્ટિ-પ્લેગ ઇન્સ્ટિટ્યૂટમાંથી એક ડરામણી ખબર સામે આવી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ત્યાં કામ કરતી વિજ્ઞાની ડાર્યા શિપિલોવા પ્લેગના સૌથી ઘાતક સ્વરૂપ ‘ન્યુમોનિક પ્લેગનો શિકાર બની ગઈ હતી. કહેવામાં આવી રહૃાું છે કે લેબમાં કામ કરતી વખતે તેમની પાસેથી લાઈવ બેક્ટેરિયાવાળી ટેસ્ટ ટૂટી ગઈ હતી, જેના કારણે તે આ જીવલેણ સંક્રમણની ચપેટમાં આવી ગઈ અને ૧ ઓક્ટોબરે તેમનું મૃત્યુ થયું.આ ઘટના બાદૃ રશિયન વહીવટી તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે. હેમિલ્ટને દૃાવો કર્યો છે કે પુતિન સરકાર આ મામલાને દૃબાવવાનો પૂરો પ્રયાસ કરી રહી છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. અંદૃાજે ૨૦૦ લોકોને ડોક્ટરોની કડક દૃેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે અને ડાર્યા સાથે કામ કરનાર ૬૦થી વધુ સહયોગીઓને તે જ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની અંદૃર બંધ કરી દૃેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઇરકુત્સ્ક વિસ્તારની પાંચ મોટી હોસ્પિટલોને ‘મહામારી મોડ પર મૂકીને ત્રણ અઠવાડિયા માટે સંપૂર્ણપણે સીલ કરી દૃેવામાં આવી છે.જોકે હેમિલ્ટનની આ વાતનો કોઈ પુખ્ત પુરાવો નથી કે તેમની ભવિષ્યવાણી આ રશિયન ઘટના સાથે જ જોડાયેલી હતી, કારણ કે આવી ભવિષ્યવાણીઓને લોકો પછીની ઘટનાઓ સાથે જોડી દૃેતા હોય છે. પરંતુ હેમિલ્ટને પોતાના વીડિયોમાં એક આશ્ર્વાસન પણ આપ્યું છે.
