૨૦૨૬નું કેમેસ્ટ્રીનું નોબેલ ફ્રાન્સ-જાપાનના બે વૈજ્ઞાનિકોને

૨૦૨૬નો કેમિસ્ટ્રી નોબેલ પુરસ્કાર ફ્રાન્સના વૈજ્ઞાનિક હેનરી બી. કાગન અને જાપાનના કેન્સો સોઈને આપ્યો છે. બંને વૈજ્ઞાનિકોએ રસાયણશાસ્ત્રની લગભગ ૧૦૦ વર્ષ જૂની મૂંઝવણ ઉકેલી છે.હેનરી બી. કાગન અને કેન્સો સોઈ એ સમજાવવામાં મોટી મદૃદૃ કરી છે કે મિરર ઈમેજ જેવા દૃેખાતા બે અણુઓમાંથી માત્ર એક જ અણુ કેવી રીતે બનાવી શકાય છે. આ શોધ ખાસ કરીને દૃવાઓ બનાવવામાં કામ આવશે.
નોબેલ પુરસ્કારના વિજેતાઓને ડિસેમ્બરમાં સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં સન્માનિત કરવામાં આવશે. તેમને મેડલ, ડિપ્લોમા અને પુરસ્કારની રકમ આપવામાં આવશે. ૨૦૨૬માં નોબેલ પુરસ્કારની રકમ લગભગ ૧૧.૫ કરોડ રૂપિયા છે.

રિલેટેડ ન્યૂઝ