કન્નૌજના અત્તરના વેપારીને ત્યાં જીએસટીના દરોડા: રૂા.150 કરોડની રોકડ મળી

બિનહિસાબ રોકડ ગણવા ચાર મશીન મંગાવાયા: રાજકીય કનેકશન પણ ખુલ્યું

કાનપુર તા.24
કર ચોરીની આશંકાએ જીએસટી ઈન્ટેલીજન્સ મહા નિર્દેશાલય (ડીજીજીઆઈ)ની ટીમે અતરના વેપારી પીયુષ જૈનના ઘર, ફેકટરી, ઓફીસ, કોલ્ડ સ્ટોરેજ અને પેટ્રોલપંપ પર દરોડા પાડયા હતા, જેમાં અત્યાર સુધીમાં રૂા.150 કરોડથી વધુની કરચોરીના પુરાવા હાથ લાગ્યા છે.રસપ્રદ બાબત એ છે કે આ કારોબારીના અતરના વેપારનું લોન્ચીંગ સમાજ વાદી નેતા અખિલેશ યાદવે કર્યું હતું.દરોડાની કાર્યવાહી કાનપુર, કન્નૌજ, ગુજરાત અને મુંબઈ સ્થિત ઓફિસોમાં પણ થઈ હતી.અધિકારીઓએ ઘટનાસ્થળે દસ્તાવેજો અને રોકડ રકમ જપ્ત કરી છે. સૂત્રો અનુસાર અત્યાર સુધીમાં 150 કરોડ રૂપિયાની કરચોરીના પુરાવા હાથ લાગ્યા છે. મહોરા જેવી કંપનીઓ દ્વારા 100 કરોડ રૂપિયાથી વધુ લોન લેવાની વાત પણ બહાર આવી છે. અતરનો આ વેપારી પીયુષ જૈન કન્નોજના છિપતીનો રહેવાસી છે. હાલમાં જુહી પોલીસ સ્ટેશન વિસ્તારના આનંદપુરીમાં રહે છે. તે સમાજવાદી પાર્ટીના એક નેતાની પણ નજીક છે.

રિલેટેડ ન્યૂઝ