રાહુલ ગાંધીનું લોક્સભાનું સાંસદપદ રદ

સુરત કોર્ટના ચુકાદૃા બાદૃ લોકસભા સચિવાલય દ્વારા રાહુલ સામે ઝડપી કાર્યવાહી: નોટિફિકેશન જાહેર:આજથી રાહુલ ગાંધી ભૂતપ્ાૂર્વ સાંસદૃ

નવી દિૃલ્હી, તા.૨૪
ગઈ કાલે ગુરુવારે સુરત કોર્ટના નિર્ણય બાદૃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્યને લઈને અનેક ચર્ચાઓ થઈ હતી. સુરતની કોર્ટે ગુરુવારે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. ત્યારે કોર્ટના નિર્ણયના ૨૪ કલાકમાં જ રાહુલ ગાંધીની લોકસભાની સદૃસ્યતા રદ્દ કરવામાં આવી છે. જે બાદૃ રાહુલ ગાંધીને મોટો ઝટકો લાગ્યો છે. મહત્વનું છે કે, રાહુલ ગાંધી કેરળના વાયનાડના સાંસદૃ હતા. કોર્ટે રાહુલ ગાંધાીને મોદૃી સરનેમ પર ટિપ્પણી કરવા બદૃલ બે વર્ષની સજા ફટકારી હતી. જે બાદૃ તેઓને જામીન પણ મળ્યા હતા. ત્યારે શુક્રવારે રાહુલ ગાંધીનું સંસદૃનુ સભ્યપદૃ રદ્દ કરવામાં આવ્યું હતું. જે બાદૃ કોંગ્રેસ પક્ષમાં અંદૃરખાને ભારે રોષ જોવા મળી રહૃાો છે.
મોદૃી સરનેમ મામલે બે વર્ષની સજા બાદૃ રાહુલ ગાંધીનુ સંસદૃ સભ્યનું પદૃ રદ્દ કરી દૃેવામાં આવ્યું છે. રાહુલ ગાંધી કેરળના વાયનાડના લોકસભાના સાંસદૃ હતા. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ કે એનાથી વધારે સજા બાદૃ સાંસદૃો કે ધારાસભ્યોની સદૃસ્યતા ખતમ થઈ જાય છે. બીજી તરફ, કોંગ્રેસે રાહુલ ગાંધીનું સંસદૃનું સભ્યપદૃ રદ્દ થયા બાદૃ કહૃાું કે, તેમના નેતાને સાચુ બોલવાની સજા આપવામાં આવી છે. તો રાહુલ ગાંધી પર લોકસભા સચિવાલયના નિર્ણયને ભાજપે દૃેશહિતમાં ગણાવ્યો હતો.
લોકસભા સચિવાલયે માનહાનિ મામલે બે વર્ષની સજા બાદૃ રાહુલ ગાંધીની સદૃસ્યતા રદ્દ કરવાની નોટિસ પણ જારી કરી છે. લોકસભા સચિવાલયે નોટિફિકેશનમાં કહૃાું છે કે, સુરતના ચીફ જ્યુડિશ્યલી મેજીસ્ટ્રેટની કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિ મામલે બે વર્ષની સજા ફટકારી છે. આવામાં કેરળના વાયનાડના સાંસદૃ રાહુલ ગાંધીની સંસદૃ સદૃસ્યતા ૨૩ માર્ચ ૨૦૨૩થી સમાપ્ત કરવામાં આવે છે. નોટિફિકેશનમાં બંધારણના આર્ટિકલ ૧૦૨ (૧) (ઈ)ના સેક્શન ૮ના પીપલ ઓફ રિપ્રેઝન્ટેશન એક્ટ, ૧૯૫૧ હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર િંસહના નામથી જારી કરવામાં આવેલા આ નોટિફિકેશનની કોપી રાહુલ ગાંધીને પણ મોકલવામાં આવી છે. આ સિવાય રાહુલ ગાંધીની સદૃસ્યતા રદ્દ થયા બાદૃ રાષ્ટ્રપતિ સચિવાલય, મુખ્ય ચૂંટણી અધિકારી તિરુવનંતપુરમ, કેરળ, એનડીએમસીના સચિવ સિવાય લોકસભા સચિવાલયની તમામ બ્રાંચને મોકલવામાં આવી છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વિટ કરીને કહૃાું કે, અમે આ લડાઈને કાયદૃાકીય અને રાજકીય તરીકે લડીશું. અમે ચૂપ બેસવાના નથી. અદૃાણી મામલે જેસીપીની જગ્યાએ રાહુલ ગાંધીની સદૃસ્યતા રદ્દ કરી દૃેવામાં આવી છે. ભારતીય લોકતંત્ર ઓમ શાંતિ! મહત્વનું છે કે, રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને એ પછી નિર્ણયના ચોવીસ કલાકમાં સંસદૃની સદૃસ્યતા રદ્દ થતાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સાંજે એક બેઠક બોલાવી છે. રાહુલ ગાંધીની સદૃસ્યતા રદ્દ થવાના મુદ્દે આ બેઠક બોલાવવામાં આવી છે. રાહુલ ગાંધીની સંસદૃની સદૃસ્યતા રદ્દ થયા બાદૃ કોંગ્રેસમાં પણ ભારે રોષ જોવા મળી રહૃાો છે. ૧૩ એપ્રિલ, ૨૦૧૯ના રોજ રાહુલ ગાંધીએ મોદૃી સરનેમને લઈને એક વિવાદિૃત ટિપ્પણી કરી હતી. જે બાદૃ આ મામલે માનહાનિનો કેસ થયો હતો. આખરે ૨૩ માર્ચ, ગુરુવારના રોજ સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી.

રિલેટેડ ન્યૂઝ