૪૪મી એશિયન ઓલિમ્પિક કાઉન્સિલની બેઠક : અમારૂં ધ્યાન ૨૦૩૬ ઓલિમ્પિકની યજમાની પર:મનસુખ માંડવીયા

રણધીર સિંહને એશિયન ઓલિમ્પિક કાઉન્સિલના પ્રથમ ભારતીય પ્રમુખ બનાવવામાં આવ્યા

સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેટર રણધીર િંસહને ૪૪મી એશિયન ઓલિમ્પિક કાઉન્સિલની બેઠકમાં પ્રથમ ભારતીય પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ ભારતીય શૂટર રણધીર િંસહને રમતગમત પ્રધાન મનસુખ માંડવિયા અને એશિયાના તમામ ૪૫ દૃેશોના ટોચના અધિકારીઓની હાજરીમાં ંર્ઝ્રછ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. બેઠક દૃરમિયાન રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહૃાું- વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના નેતૃત્વમાં અમે ૨૦૩૦માં યોજાનારી યુથ ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે બિડ કરવા જઈ રહૃાા છીએ, પરંતુ અમારું ધ્યાન ૨૦૩૬ ઓલિમ્પિકની યજમાની પર છે.
એશિયન ગેમ્સમાં યોગનો સમાવેશ ૨૦૨૬માં જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સમાં યોગનો સમાવેશ કરવામાં આવ્યો છે. એશિયન ઓલિમ્પિક કાઉન્સિલના નવા પ્રમુખે આની જાહેરાત કરી, જેના પર તમામ દૃેશો સહમત થયા.
જનરલ એસેમ્બલીનું આયોજન કરવા બદૃલ ગર્વ અનુભવું છું: પીટી ઉષા ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનના પ્રમુખ પીટી ઉષાએ કહૃાું- ૪૪મી ઓલિમ્પિક કાઉન્સિલ ઑફ એશિયાની બેઠકના કન્વીનર તરીકે આજે તમારી સમક્ષ ઊભા રહેવું એ એક મહાન સન્માન અને વિશેષાધિકાર છે… ભારતે હંમેશા ઓલિમ્પિકમાં રમતગમતની ભાવનાનું સન્માન કર્યું છે. નવી દિૃલ્હીમાં આ મહાસભાનું આયોજન કરવામાં અમને ગર્વ છે.
અમે મોદૃીજીના નેતૃત્વમાં વર્લ્ડ કપનું આયોજન કર્યું: જેપી નડ્ડા કાર્યક્રમના મુખ્ય અતિથિ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહૃાું કે, મોદૃીજીના નેતૃત્વમાં અમે ક્રિકેટ વર્લ્ડ કપ, ફૂટબોલ અંડર-૧૭ વર્લ્ડ કપ સહિત અનેક આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે. ભારત ઉપરાંત પેરુ, કોલંબિયા, મેક્સિકો, થાઈલેન્ડ, મોંગોલિયા, રશિયા, યુક્રેન, બોસ્નિયા અને હર્ઝેગોવિના પણ યુથ ઓલિમ્પિક ૨૦૨૩ની યજમાનીની રેસમાં છે.
રણધીરે એશિયન ગેમ્સમાં ત્રણેય મેડલ જીત્યા છે પંજાબના પટિયાલાના ૭૭ વર્ષીય રણધીર લાંબા સમયથી રમતગમત સાથે જોડાયેલા છે. તેમના પરિવારના ઘણા ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. રણધીરના કાકા મહારાજા યાદૃવિન્દૃર િંસહ ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમ્યા હતા અને ર્ૈંંઝ્રના સભ્ય હતા.
તેમના પિતા ભલિન્દ્ર િંસહ પણ ૧૯૪૭ અને ૧૯૯૨ વચ્ચે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર અને ર્ૈંંઝ્ર સભ્ય હતા. ચાર એશિયન ગેમ્સમાં ભાગ લેનાર રણધીરે ૧૯૭૮માં ટ્રેપ શૂિંટગમાં ગોલ્ડ, ૧૯૮૨માં બ્રોન્ઝ અને ૧૯૮૬માં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમણે એડમોન્ટન, કેનેડામાં ૧૯૭૮ કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભાગ લીધો હતો.
સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેશનનો લાંબો અનુભવ રણધીરે ૧૯૮૭માં રમતગમતના વહીવટમાં પ્રવેશ કર્યો, જ્યારે તેમને ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનના સેક્રેટરી જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, જે પદૃ તેઓ ૨૦૧૨ સુધી હતા. તેમને ૧૯૮૭માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયાના સભ્ય બનાવવામાં આવ્યા હતા. તેઓ ૨૦૧૦ સુધી આ પદૃ પર રહૃાા હતા. રણધીર ૨૦૧૦ દિૃલ્હી કોમનવેલ્થ ગેમ્સ માટે આયોજક સમિતિના ઉપાધ્યક્ષ પણ હતા.
રણધીરને ૧૯૯૧માં ઓલિમ્પિક કાઉન્સિલ ઑફ એશિયાના મહાસચિવ બનાવ્યા હતા. તેઓ ૨૦૧૫ સુધી આ પદૃ પર રહૃાા હતા.

રિલેટેડ ન્યૂઝ