કોલકાતા રેપ મર્ડર કેસ: મમતાને મળવા ડોક્ટર તૈયાર, ‘વાતચીત રેકોર્ડ થાય,બંને પક્ષ સાથે સહી કરેલી કોપી શેર થાય,’ મુખ્યમંત્રીને મળતા પહેલા મૂકી શરતો

સીએમ મમતા બેનર્જીએ સોમવારે કોલકત્તામાં વિરોધ કરી રહેલા જુનિયર ડોક્ટરોને વાતચીતની છેલ્લી તક આપી છે તાલીમાર્થી તબીબની હત્યા અને બળાત્કારનો વિરોધ કરી રહેલા ડોક્ટરો વાત કરવા તૈયાર થયા છે પરંતુ તેમણે આ બેઠકો માટે શરતો રાખી છે.

વિરોધ કરી રહેલા ડોક્ટરોએ શરતો સાથે કહ્યું કે તેઓ પરિણામો માટે મમતા બેનર્જી સાથે મળવા માટે તૈયાર છીએ. બંને પક્ષોએ આ બેઠકમાં શું ચર્ચા થઈ તેનો રેકોર્ડ રાખવો જોઈએ અને તેની કોપી પણ શેર કરવી જોઈએ. વાતચીત કરી રહેલા બંને પક્ષોએ તેના પર સહી કરવી જોઈએ.

બંગાળ સરકારે સોમવારે સવારે પાંચમી વખત ડોક્ટરોને બેઠક માટે બોલાવ્યા હતા. આ પહેલાં મમતા બેનર્જીએ ચાર વખત ડોક્ટરોને મિટિંગ માટે બોલાવ્યા હતા. પરંતુ ડોક્ટરોની લાઈવ ટેલીકાસ્ટ અને વિડીયોગ્રાફી ની જરૂરિયાતને કારણે મીટીંગ થાય ન હતી.

8 ઓગસ્ટે આરજી કાર મેડિકલ કોલેજમાં તાલિમાર્થી ડોક્ટરની બળાત્કાર હત્યા બાદ જુનિયર ડોક્ટરો સતત 38 દિવસથી વિરોધ કરી રહ્યા છે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો ડોક્ટરો તેમનો વિરોધ સમાપ્ત કરીને કામ પર પાછા ફરશે તો તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં

રિલેટેડ ન્યૂઝ