ફિલિપ મોરિસ ઇન્ડિયાએ ગેરકાયદેસર તમાકુના વેપારને રોકવા માટે સામૂહિક પગલાં અને સરકાર સાથેના સહયોગ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરી

આ ‘એન્ટી-સ્મગલિંગ ડે’ પર, ફિલિપ મોરિસ ઇન્ડિયા ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ (અગાઉ આઈપીએમ ઇન્ડિયા હોલસેલ ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાતી) (પીએમ ઇન્ડિયા) એ ગેરકાયદેસર તમાકુ ઉત્પાદનો સામે લડવાની તેની પ્રતિબદ્ધતાને પુનરોચ્ચારતા, સતત સામૂહિક પગલાં અને સરકાર સાથેના સહયોગ માટે આહવાન કર્યું છે. સિગારેટનો ગેરકાયદેસર વેપાર એ એક ગંભીર પડકાર છે, જે તમામ હિતધારકો તરફથી તાત્કાલિક ધ્યાન અને સંયુક્ત પ્રયાસોની માંગ કરે છે. તમાકુ ઉત્પાદનોના ગેરકાયદેસર વેપાર સામેની લડાઈમાં ઉદ્યોગના અગ્રણીઓએ સહયોગી અભિગમ અપનાવવા માટે પ્રતિબદ્ધ રહેવું અનિવાર્ય છે. તાજેતરના નાણાકીય વિકાસને જોતા, ઉદ્યોગ અને સામાન્ય જનતાના હિતોના રક્ષણ માટે હસ્તક્ષેપને પ્રાથમિકતા આપવી મહત્વપૂર્ણ છે.પીએમ ઈન્ડિયા ઉદ્યોગના અન્ય સહભાગીઓ અને સરકારી હિતધારકો સાથે કેપિસિટી બિલ્ડિંગ અને માહિતીના આદાનપ્રદાનની પ્રક્રિયા હાથ ધરે છે.
પીએમ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર નવનીલ કરે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર વેપાર કાયદેસરના વ્યવસાયોને નુકસાન પહોંચાડે છે, સરકારી તિજોરીને મહત્વની આવકથી વંચિત રાખે છે અને ગ્રાહકોને અનિયંત્રિત તેમજ સંભવિત હાનિકારક ઉત્પાદનો તરફ ધકેલે છે. ગેરકાયદેસર તમાકુ ઉત્પાદનો સામેની એકીકૃત લડાઈ ભારત માટે સતત વધુ પ્રસ્તુત બની રહી છે, કારણ કે ભારત વિશ્વના સૌથી મોટા તમાકુ બજારોમાંનું એક હોવા ઉપરાંત વિશ્વની બીજી સૌથી મોટી ધૂમ્રપાન કરનારી વસ્તી ધરાવે છે.

રિલેટેડ ન્યૂઝ