એમેઝોન દ્વારા બેન્ગલુરુમાં એશિયાની તેની બીજી સૌથી વિશાળ ઓફિસ શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે. 1.1 મિલિયન ચોરસફીટ, 12 માળનું કેમ્પસ ભારતમાં ઈ-કોમર્સ, ઓપરેશન્સ, પેમેન્ટ્સ, ટેકનોલોજી અને સેલર સેવાઓમાં 7000થી વધુ કર્મચારીઓને ટેકો આપશે. કેમ્પેગોવડા ઈન્ટરનેશનલ એરપોર્ટથી આશળરે 15 કિલોમીટર દૂર પાંચ એકર જગ્યામાં નિર્મિત આ કોર્પોરેટ ઈમારતનું કર્ણાટક સરકારના મોટા અને મધ્યમ ઉદ્યોગો અને ઈન્ફાસ્ટ્રક્ચર વિકાસ મંત્રી ડો. એમ. બી. પાટીલ દ્વારા વિધિસર રીતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. નવી કોર્પોરેટ ઈમારત ઉચ્ચ સ્તરે ટીમોને એકત્ર લાવવા, જોડાણો, સાનુકૂળતા, લર્નિંગ અને સુખાકારી અભિમુખ બનાવવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવી છે. આ નવા કેમ્પસનું લોન્ચ ભારતમાં એમેઝોનના એકધાર્યા રોકાણનો ભાગ છે. કંપનીએ ભારતમાં 40 અબજ ડોલરથી વધુ રોકાણ કરી દીધું છે અને 2030 સુધી ભારતમાં વધુ 35 અબજ ડોલરનું રોકાણ કરવા માટે કટિબદ્ધ છે.
કર્ણાટક સરકારના મોટા અને મધ્યમ ઉદ્યોગો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ મંત્રી ડો. એમ. બી. પાટીલે જણાવ્યું હતું કે, બેન્ગલુરુમાં એમેઝોનનું એકધાર્યું રોકાણ વૈશ્વિક ટેકનોલોજી અને ઈનોવેશન કેન્દ્ર તરીકે ભારતની વધતી ભૂમિકા દર્શાવે છે. એમેઝોન જેવા મોટા પાયા પરના કેમ્પસ ઉચ્ચ ગુણવત્તાની નોકરી નિર્માણ કરે છે. સ્થાનિક ઈકોસિસ્ટમને મજબૂત બનાવે છ અને ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થાને ટેકો આપે છે. અમે લાંબા ગાળાની ક્ષમતા નિર્માણ કરતાં અને અમારા કાર્યબળ માટે તકો નિર્માણ કરવા રોકાણોને આવકારીએ છીએ.
