LPG અછતની આશંકા વચ્ચે કેન્દ્રનો મહત્ત્વનો નિર્ણય
દૃેશમાં વધી રહેલી એલપીજી સિલિન્ડરની માગ અને સપ્લાય પરના દૃબાણને જોતા કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. સરકારે રાજ્યોને નિર્દૃેશ આપ્યા છે કે પાઇપલાઇન ગેસ કનેક્શન માટેની નવી અરજીઓને હવે માત્ર ૨૪ કલાકની અંદૃર મંજૂરી આપવામાં આવે. સરકારનો ઉદ્દેશ્ય વધુમાં વધુ લોકોને સિલિન્ડરના બદૃલે પાઇપલાઇન ગેસ તરફ વાળવાનો છે, જેથી ઘરેલુ ગેસ પરનું ભારણ ઓછું કરી શકાય.કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને જણાવ્યું છે કે પાઇપલાઇન સાથે જોડાયેલા તમામ જૂના પેન્ડિંગ કેસોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે. આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ’રોડ રેસ્ટોરેશન ચાર્જ’ (રસ્તો ખોદ્યા બાદૃ રિપેિંરગનો ખર્ચ) માફ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત, કામમાં કોઈ અવરોધ ન આવે તે માટે દૃરેક રાજ્યમાં એક નોડલ ઑફિસરની નિમણૂક કરવાના આદૃેશ અપાયા છે.
પેટ્રોલિયમ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરી છે કે દૃેશમાં ક્રૂડ ઓઇલ અને પેટ્રોલ-ડીઝલની ઉપલબ્ધતા સામાન્ય છે. પરંતુ ન્ઁય્ સપ્લાય પર થોડું દૃબાણ ચોક્કસ છે, પરંતુ ક્યાંય ડિસ્ટ્રીબ્યુટર પાસે ગેસ સંપૂર્ણપણે ખતમ થઈ ગયો હોય તેવી સ્થિતિ નથી. મંત્રાલયે લોકોને અપીલ કરી છે કે ગભરાઈને ઍડ્વાન્સ બુિંકગ ન કરે અને શક્ય હોય ત્યાં સુધી ઓનલાઇન બુિંકગનો જ આગ્રહ રાખે.ગેસની કાળાબજારી રોકવા માટે સરકાર કડક હાથે કામ લઈ રહી છે. અત્યાર સુધીમાં દૃેશભરમાં ૧૨,૦૦૦ જેટલા દૃરોડા પાડીને આશરે ૧૫,૦૦૦ ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે. દિૃલ્હી, ઉત્તર પ્રદૃેશ, જમ્મુ-કાશ્મીર અને મધ્યપ્રદૃેશ જેવા રાજ્યોમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એકલા ઉત્તર પ્રદૃેશમાં જ દૃરોડા દૃરમિયાન ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોમર્શિયલ ગેસના સપ્લાયને જાળવી રાખવા માટે અને ન્ઁય્ પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર હવે કેરોસીન અને કોલસા જેવા વિકલ્પો પર ભાર મૂકી રહી છે.
