ખોટી ફ્લાઇટ કેનેડા મોકલી ૮ કલાક હવામાં રહૃાા પછી પરત, એર ઇન્ડિયાની ગંભીર બેદરકારી

રવાના કરાયેલા વિમાનને કેનેડામાં ઉડાન ભરવાની મંજૂરી નહોતી

નવી દિૃલ્હી. એર ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય લાઇટમાં એક મોટી ભૂલ થઈ હોવાનું બહાર આવ્યું છે.. દિૃલ્હીથી વાનકુવર, કેનેડા જતી લાઇટને અધવચ્ચે જ પાછી ફરવી પડી કારણ કે ઉપયોગમાં લેવાયેલા વિમાનને કેનેડામાં ઉડાન ભરવાની પરવાનગી નહોતી. આ ભૂલને કારણે, લગભગ આઠ કલાક સુધી હવામાં રહૃાા પછી વિમાન દિૃલ્હી પાછું ઉતર્યું હતું..
એર ઇન્ડિયાની લાઇટ એઆઇ૧૮૫ એ ગુરુવારે સવારે ૧૧:૩૪ વાગ્યે દિૃલ્હીથી ઉડાન ભરી હતી. વિમાન પૂર્વ તરફ જઈ રહૃાું હતું, પરંતુ લગભગ ચાર કલાક પછી, જ્યારે તે ચીનના કુનિંમગ નજીક પહોંચ્યું, ત્યારે એરલાઇનને ખબર પડી કે વિમાનને કેનેડામાં પ્રવેશવાની મંજૂરી નથી.
આ પછી, વિમાનને હવામાં પાછું બોલાવવામાં આવ્યું. પરત ફરવાનો સમય સહિત કુલ ઉડાનનો સમય ૭ કલાક અને ૫૪ મિનિટનો હતો અને તે સાંજે ૭:૧૯ વાગ્યે સુરક્ષિત રીતે દિૃલ્હી પરત ફર્યું. બધા મુસાફરો અને ક્રૂ સુરક્ષિત રહૃાા હતા
માહિતી અનુસાર, આ લાઇટમાં બોઇંગ ૭૭૭-૨૦૦ન્ઇનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે એર ઇન્ડિયાને હાલમાં ફક્ત બોઇંગ ૭૭૭-૩૦૦ઈઇ જ કેનેડા જવાની મંજૂરી છે.આંતરરાષ્ટ્રીય લાઇટ્સ માટે વિવિધ દૃેશોમાં અલગ અલગ નિયમો હોય છે, અને કેટલીકવાર એરક્રાટ મોડેલ અથવા તેના અનન્ય નંબરના આધારે મંજૂરી આપવામાં આવે છે. આ કારણે આ ટેકનિકલ ભૂલ થઈ છે. એર ઇન્ડિયાએ આ ઘટનાને “ઓપરેશનલ સમસ્યા” ગણાવી હતી, અને કહૃાું હતું કે આ નિર્ણય સલામતી અને નિયમો અનુસાર લેવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ