ઇઝરાયલના હુમલામાં IRGC પ્રવકતા નૈનીનું મોત

હોર્મુઝ ખોલાવવા ૬ દૃેશો એક જૂથ:ટ્રમ્પ્ો જેટ-અપાચેની ફૌજ ઉતારી

શ્રીલંકાએ અમેરિકાના ફાઇટર જેટ્સન્ો લેર્િંન્ડગની મંજૂરી ન આપી

ઇરાનનો યુએઇમાં સૌથી મોટા ગ્ોસ પ્લાન્ટ પર નવેસરથી હુમલો:અમેરિકાના એફ-૩૫ વિમાનન્ો પણ નિશાન બનાવ્યુ

ઈરાન અને ઈઝરાયેલ- અમેરિકા વચ્ચેનું યુદ્ધ આજે 21માં દિવસમાં પ્રવેશ્યુ છે. આ યુદ્ધ રોજે રોજ વધુ ભયાવહ થતું જાય છે. આજે ઈરાનના વધુ એક મહાનુભાવનું મોત થયું છે. ઈઝરાયેલી હુમલામાં ઈરાનના ઈસ્લામીક રિવોલ્યુશનરી ગાર્ડ કોટર્સ (આઈઆરજીસી)ના પ્રવકતા અલી મોહમ્મદ નૈનીનું મોત થયું છે.
આ અલી મોહમ્મદે મોતના બે કલાક પહેલા અમેરિકાને ચેતવણી આપી હતી કે હોર્મુજના મામલામાં તમે વચ્ચે ન આવતા જો કે બાદમાં ઈઝરાયેલની સેના આઈડીએફના હુમલામાં તેનું મોત થયું હતું. આ મોતને ઈરાને પણ સ્વીકાર્યુ છે અને અલી મોહમ્મદને શહીદ થયા છે તેમ જણાવ્યું હતું. ઈરાને આ હુમલાને કાયરતાપુર્ણ ગણાવ્યો હતો.
અને આ યુદ્ધમાં હવે પ્રથમ વખત અમેરિકાના સૌથી આધુનિક ગણાતા એફ-35 ફાઈટર વિમાને નિશાન બનાવી તેને ભારે નુકશાન પહોંચાડવાનો દાવો કર્યો છે. ઈરાનના નેશનલ રીવોલ્યુશનરી ગાર્ડ એ આ સંદર્ભમાં એક વિડીયો જાહેર કરીને આ દાવો કર્યો હતો અને અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે પણ સ્વીકાર્યુ છે કે ઓપરેશન સમયે ક્ષતિગ્રસ્ત થયેલા એફ-35 વિમાનને ઈમરજન્સી લેન્ડીંગ કરવું પડયું હતું અને તેને મધ્યપુર્વના કોઈ દેશમાં ઉતારવામાં આવ્યું છે. પાઈલોટ સુરક્ષિત હોવાનો દાવો કરાયો છે. જો કે સીધી રીતે ઈરાની હુમલાનો સ્વીકાર કર્યો નથી. 100 મિલિયન ડોલરના અભિયાનને વિશ્ર્વના સૌથી આધુનિક લડાયક વિમાન તરીકે ગણવામાં આવે છે. બીજી તરફ ઈરાને ઈઝરાયેલ અને સાઉદી અરેબીયા, કુવૈત અને સંયુક્ત આરબ અમીરાતને નિશાન બનાવવાનું ચાલુ જ રાખ્યુ છે.


ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલા બાદૃ મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહૃાું છે. એવામાં ભારતના પડોશી દૃેશ શ્રીલંકાના પ્રમુખે મોટું નિવેદૃન આપ્યું છે.
શ્રીલંકાના પ્રમુખનો દૃાવો છે કે અમેરિકાએ બે વખત પોતાના ફાઈટર જેટ ત્યાં લેન્ડ કરવાની મંજૂરી માંગી હતી, જોકે તેમણે સ્પષ્ટ ઈનકાર કરી દૃીધો. પ્રમુખ અનુરા કુમારા દિૃસનાયકેએ શુક્રવારે સંસદૃમાં આ વાતની જાહેરાત કરી. દિૃસનાયકેએ કહૃાું કે, જિબૂતીથી અમેરિકાના બે યુદ્ધ વિમાનોએ ૪ અને ૮ માર્ચના રોજ શ્રીલંકાના એરપોર્ટ પર લેન્ડ કરવાની મંજૂરી માંગી હતી, પરંતુ અમેરિકાના આ બંને અનુરોધનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો.
તેમણે વધુમાં કહૃાું કે, અમેરિકા જિબૂતીના એક બેઝ પરથી આઠ એન્ટી-શિપ મિસાઈલોથી સજ્જ બે ફાઈટર જેટ મટ્ટલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લાવવા માંગતુ હતું. અમે સાફ ઈનકાર કરી દૃીધો.
ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરતા યુરોપ અને જાપાને મોટું પગલું ભરવાનો સંકેત આપી દૃીધો છે.
બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, નેધરલેન્ડ્સ અને જાપાને જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડીને કહૃાું કે તેઓ આ મહત્વના જળમાર્ગમાંથી પસાર થતા જહાજોની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા માટે તૈયાર છે. આ દૃેશોએ ઈરાનના હાલના હુમલાઓને વખોડતા કહૃાું કે આવા હુમલાઓએ વૈશ્ર્વિક ઉર્જા સપ્લાયને ગંભીર રીતે પ્રભાવિત કર્યો છે. તમામ દૃેશો મળીને જોઈન્ટ પ્રયાસ કરશે જેથી કરીને ઉર્જા બજાર સ્થિર રહે અને આ મહત્વપૂર્ણ જળમાર્ગ પર અવરજવર સામાન્ય થઈ શકે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે યુરોપ, ચીન અને જાપાન જેવા દૃેશો પાસે આ દૃરિયાઈ માર્ગ ખુલ્લો કરાવવા માટે મદૃદૃ માંગી રહૃાા છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર ઈરાની ડ્રોનને રોકવા માટે અમેરિકાએ આ વિસ્તારમાં અનેક અપાચે હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. અમેરિકી ફાઈટર જેટ્સ ઈરાની નૌકાદૃળના ઠેકાણાઓ પર ખૂબ જ ઓછી ઊંચાઈએથી હુમલા કરી રહૃાા છે.

રિલેટેડ ન્યૂઝ