પ્રીમિયમ પેટ્રોલમાં રૂા.૨.૩૫, ઔદ્યોગિક ડિઝલમાં રૂા.૨૨નો વધારો

મિડલ ઇસ્ટમાં યુદ્ધનો માર હવે સામાન્ય લોકો સુધી પહોંચવા લાગ્યો

ઇરાન યુધ્ધના પગલે ક્રુડતેલની સતત વણસી રહેલી પરિસ્થિતિમાં સરકારે અગાઉ રાંધણ ગેસના ભાવમાં વધારો કર્યા બાદ હવે ઓઇલ કંપનીઓ દ્વારા વેચાતા પ્રિમીયમ પેટ્રોલના ભાવમાં રૂા.2.09 થી 2.35 પ્રતિ લિટરનો વધારો કર્યો છે અને દેશની તમામ ઓઇલ કંપનીઓ કે જે પાવર અથવા પ્રિમીયમના નામે પેટ્રોલ વેચે છે તેને આ વધારો લાગુ થશે. જો કે નોર્મલ એટલે કે રેગ્યુલર પેટ્રોલ મળે છે તેની કિંમતમાં કોઇ વધારો હાલ કરવામાં આવ્યો નથી. આ સાથે ઓઇલ કંપનીઓએ ઔદ્યોગિક વપરાશ માટે પુરા પાડવામાં આવતા ડીઝલના ભાવમાં પ્રતિ લીટર રૂા.21.92નો વધારો કર્યો છે જેના કારણે હવે અનેક ફેક્ટરીઓ કે જે ડિઝલના ઉપયોગથી ઉત્પાદન સહિતની પ્રક્રિયા કરે છે તેને હવે વધુ મોંઘુ ડીઝલ ખરીદવું પડશે.
પાવર પેટ્રોલના ઉપયોગથી વાહનોના માઇલેજ વધુ આવે છે અને ખાસ કરીને લકઝરી કક્ષાના વાહનોમાં આ પાવર પેટ્રોલનો ઉપયોગ થાય છે જેના ભાવ આજે તાત્કાલીક રીતે પ્રતિ લીટર રૂા.2 વધી જશે અને સરકારે સામાન્ય લોકો માટે હાલ પેટ્રોલ કે ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી. મોટાભાગની કંપનીઓ તેમના પેટ્રોલ પંપ પર આ પ્રકારના પ્રિમીયમ પેટ્રોલીયમની ખાસ લાઇન રાખે છે અને ત્યાં હવે પેટ્રોલ ભરાવવાનું મોંઘુ બનશે. સુત્રોના જણાવ્યા મુજબ સામાન્ય પેટ્રોલ અને ડિઝલના વેચાણમાં પણ હાલ કંપનીઓ અન્ડર રીકવરી એટલે કે તેના પડતર કરતાં નીચા ભાવે વેંચી રહી છે અને સરકારની લીલીઝંડી મળે તો તેના ભાવમાં પણ વધારો કરવામાં આવશે. જો કે માનવામાં આવે છે કે આગામી સમયમાં આવી રહેલી ચૂંટણીઓને ધ્યાનમાં રાખતા સરકાર કમસે કમ મે મહિનાના પ્રારંભ સુધી સામાન્ય લોકોના વપરાશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ વધારો કરશે નહીં.

પાવર પેટ્રોલ રૂા.2.35 જેટલું મોંઘુ થશે
સરકારે રૂા.2નો પાવર પેટ્રોલમાં ભાવ વધારો કર્યો છે જે એકંદરે રૂા.2.35 પૈસા મોંઘુ થશે. ભારત પેટ્રોલીયમ સ્પીડ તરીકે આ પેટ્રોલને ઓળખે છે જ્યારે હિન્દુસ્તાન પેટ્રોલીયમ અને ઇન્ડિયન ઓઇલ તેને એક્સપી95 તરીકે તેને ઓળખે છે જેના ભાવ પણ વધી જશે. ક્રુડતેલના ભાવમાં થયેલો વધારો આ રીતે પેટ્રોલીયમ પેદાશોમાં રાંધણ ગેસ બાદ હવે પાવર પેટ્રોલને લાગુ કરાયો છે. કંપનીઓ દ્વારા તેના તમામ ડિલરને તા.20થી આ ભાવ વધારો અમલી બનાવવા જણાવ્યું છે.

ઔદ્યોગિક ડિઝલમાં પ્રતિ લીટર રૂા.૨૨ મોંઘુ થતા તમામ ઉત્પાદૃનોના ભાવ વધશે:ઓઇલ કંપનીઓએ લકઝરી સહિતના વાહનોમાં વપરાતા પાવર બ્રાન્ડ પ્ોટ્રોલના ભાવ વધાર્યા:રેગ્યુલર પ્ોટ્રોલ-ડિઝલના ભાવ યથાવત

રિલેટેડ ન્યૂઝ