જેટલી જરૂર હશે એટલી જ દવા ખરીદી શકાશે, પૂરી સ્ટ્રીપ નહીં

હવે ટુંક સમયમાં જ દર્દીઓ અને તેમના પરિવારજનોને દવાનું પુરું પતું (સ્ટ્રીપ) ખરીદવાની મજબૂરી નહીં રહે. સરકારી એવો નિયમ લાવવાની તૈયારી કરી રહી છે, જે અંતર્ગત મેડીકલ સ્ટોર સંચાલકોએ ડોકટરે ચિઠ્ઠીમાં લખેલી દવાની એટલી જ ગોળી આપવાની રહેશે, જેટલી જરૂર છે એટલે કે હવે સ્ટ્રીપ કાપીને દવા વેચવાની મંજુરી આપી શકાય છે. મામલા સાથે સંકળાયેલા બે વરિષ્ઠ અધિકારીઓએ આ જાણકારી આપી છે.
આ પ્રસ્તાવ પર દવા નિયામક ભારતીય ઔષધિ મહાનિયંત્રક (ડીસીજીઆર)ની બેઠકમાં ચર્ચા થઈ ચૂકી છે અને તેને લાગુ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. હાલ મોટાભાગની દવા 10 કે 15ની સ્ટ્રિપમાં આવે છે, જયારે અનેકવાર દર્દીને માત્ર 4-5 ગોળીઓ જ લેવાની હોય છે, જયારે દુકાનદાર સ્ટ્રિપ કાપીને દવા આપવાનો ઈન્કાર કરે છે.

રિલેટેડ ન્યૂઝ