હજારો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન માતા વૈષ્ણોદૃેવી મંદિૃરમાંથી એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. માતાજીને ચઢાવવામાં આવતી ચાંદૃીની વસ્તુઓમાં મોટા પાયે મિલાવટ હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, શ્રદ્ધાળુઓ જે વસ્તુઓને શુદ્ધ ચાંદૃી સમજીને ચઢાવે છે, તેમાં માત્ર ૫-૬% જ શુદ્ધ ચાંદૃી છે. આ ખુલાસાએ માત્ર ભક્તોની આસ્થાને જ ઠેસ નથી પહોંચાડી, પરંતુ તેમના સ્વાસ્થ્ય માટે પણ ગંભીર ખતરો ઊભો કર્યો છે.
આ કૌભાંડની ગંભીરતાનો અંદૃાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, હાલમાં શ્રી માતા વૈષ્ણો દૃેવી શ્રાઇન બોર્ડે ચઢાવામાં મળેલી આશરે ૨૦ ટન ધાતુને શુદ્ધિકરણ અને મૂલ્યાંકન માટે દિૃલ્હીની સરકારી ટંકશાળમાં મોકલી હતી. બોર્ડને આશા હતી કે, આ ધાતુઓમાંથી અંદૃાજે રૂ. ૫૦૦ થી રૂ. ૫૫૦ કરોડ મૂલ્યની શુદ્ધ ચાંદૃી મળશે. જો કે ટંકશાળમાં થયેલી તપાસ અને શુદ્ધિકરણ બાદૃ, આ આંકડો ઘટીને માત્ર રૂ. ૩૦ કરોડ આસપાસ જ રહી જતા ટ્રસ્ટ પણ ચોંકી ઉઠ્યું હતું.
ટંકશાળમાં જ્યારે એક સેમ્પલ બેચ તરીકે ૭૦ કિલો સામગ્રીની તપાસ કરવામાં આવી, ત્યારે તેમાંથી માત્ર ૩ કિલો જ અસલી ચાંદૃી નીકળી. બાકીની ૯૫% થી વધુ ધાતુ સસ્તી અને મિલાવટી હતી.
ચાંદૃી જેવી જ દૃેખાતી સસ્તી ધાતુઓ જેવી કે કેડમિયમ અને લોખંડનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો હતો. સામાન્ય શ્રદ્ધાળુઓ માટે નરી આંખે આ મિલાવટ ઓળખવી અશક્ય છે.
આ મિલાવટ માત્ર આર્થિક છેતરિંપડી નથી, પણ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત જોખમી છે. કેડમિયમ એક અત્યંત ઝેરી ધાતુ છે. આ મિલાવટી ધાતુને અલગ કરવા માટે જ્યારે તેને પિગાળવામાં આવે છે, ત્યારે તેમાંથી કેડમિયમનો ધુમાડો નીકળે છે.
