‘પેટ્રોલ-ડીઝલ, ગેસનો સાચવીને ઉપયોગ કરો… વૈશ્ર્વિક સંકટ વચ્ચે વડાપ્રધાન મોદીની અપીલ

પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ આજે રવિવારે તેલંગાણામાં એક જનસભાને સંબોધન કરતી વખતે નાગરિકોને પેટ્રોલિયમ પેદૃાશોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા વિનંતી કરી હતી. તેલંગાણામાં અંદૃાજે ૯,૪૦૦ કરોડ રૂપિયાના વિકાસ કામોનું ઉદ્ઘાટન કર્યું હતું, જ્યાં તેમને ઇંધણના વપરાશમાં સંયમ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, કારણ કે ભારત મોટાભાગે ઇંધણની આયાત કરે છે.
તેમની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ભારત ચાલુ યુએસ-ઈરાન યુદ્ધને કારણે ઊર્જા સંકટનો સામનો કરી રહૃાું છે, જેણે વૈશ્ર્વિક તેલ પરિવહન માટેના નિર્ણાયક માર્ગ ’સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ના બ્લોકેડને કારણે પુરવઠામાં વિક્ષેપ પાડ્યો છે. ઁસ્ મોદૃીએ કહૃાું કે, ’આજની જરૂરિયાત એ છે કે આપણે પેટ્રોલ, ગેસ અને ડીઝલનો ઉપયોગ જરૂરિયાત મુજબ જ કરીએ.
જેનાથી માત્ર વિદૃેશી હૂંડિયામણની બચત નહીં થાય, પરંતુ યુદ્ધની પ્રતિકૂળ અસરોને પણ ઘટાડી શકાશે.’ ઇકોસિસ્ટમને પણ સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે. પીએમએ હૈદૃરાબાદૃમાં ભાજપની રેલીમાં કહૃાું- ભારત પર આ વૈશ્ર્વિક સંકટની અસર વધુ છે, આપણી પાસે ઓઇલના મોટા કુવા નથી. આજે આપણે વર્ક ફ્રોમ હોમ જેવા ઉપાયોની જરૂર છે. જે શહેરોમાં મેટ્રો છે, ત્યાં લોકો મેટ્રોનો ઉપયોગ કરે. તેમણે કહૃાું કે પહેલા જ્યારે યુદ્ધ થતું હતું ત્યારે લોકો સોનું દૃાનમાં આપી દૃેતા હતા. આજે દૃાનની જરૂર નથી પરંતુ આપણે આજે આ સંકલ્પ લેવો પડશે કે આગામી ૧ વર્ષ સુધી કોઈ પણ કાર્યક્રમ હોય તો સોનું ન ખરીદૃીએ. આનાથી વિદૃેશી મુદ્રા પણ બચશે.

રિલેટેડ ન્યૂઝ