વિશ્ર્વ બાંગ્લા લોગોની જગ્યાએ હવે અશોક સ્તંભ
પશ્ર્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન થયા બાદૃ મુખ્યમંત્રી શુભેન્દૃુ અધિકારીના નેતૃત્વ હેઠળની નવી ભાજપ સરકારે રાજ્યની વહીવટી અને રાજકીય ઓળખ બદૃલવાની પ્રક્રિયા અત્યંત ઝડપી બનાવી દૃીધી છે. તૃણમૂલ કોંગ્રેસ (્સ્ઝ્ર) અને મમતા બેનરજી શાસનની ઓળખ ગણાતા બિસ્વ બાંગ્લા (વિશ્ર્વ બાંગ્લા) લોગોને હવે તમામ સત્તાવાર પ્લેટફોર્મ અને જાહેર માળખા પરથી તબક્કાવાર દૃૂર કરવામાં આવી રહૃાો છે. તેના સ્થાને હવે ભારતના રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભને રાજ્યની મુખ્ય સરકારી ઓળખ તરીકે સ્થાપિત કરવામાં આવી રહૃાો છે.
અહેવાલો અનુસાર, આ મોટા રિબ્રાન્ડિંગની સૌથી પહેલી અને મોટી અસર કોલકાતાના પ્રતિષ્ઠિત સોલ્ટ લેક સ્ટેડિયમમાં જોવા મળી હતી, જ્યાંથી બિસ્વ બાંગ્લાનું ચિહ્ન હટાવીને રાષ્ટ્રીય પ્રતીક મૂકી દૃેવાયું છે. રાજ્ય સરકારના સત્તાવાર મુખ્ય વેબ પોર્ટલ એગીયે બાંગ્લાનો લુક હવે સંપૂર્ણપણે બદૃલી નાખવામાં આવ્યો છે. અગાઉ આ પોર્ટલ પર મમતા સરકારની ઓળખ ગણાતી સફેદૃ અને વાદૃળી કલરની થીમ હતી, જેને હવે કેસરી રંગથી બદૃલી દૃેવામાં આવી છે. હવે પોર્ટલ પર વ્હાઇટ બેકગ્રાઉન્ડ સાથે રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ અને મુખ્યમંત્રી શુભેન્દૃુ અધિકારીનો ફોટો મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રવાસન, ઉદ્યોગ અને કૃષિ જેવા તમામ સરકારી વિભાગોના ડિજિટલ ચિહ્નોને પણ કેસરી ગ્રાફિક્સ સાથે ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યા છે.
આ બ્રાન્ડ અને લોગો ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ તત્કાલીન મમતા બેનરજી સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યા હતા. તેને બંગાળની સાંસ્કૃતિક ઓળખ, હસ્તકલા અને પર્યટનના પ્રતીક તરીકે રજૂ કરાયા હતા. બંગાળી અક્ષર “મ્” (બ) ની આસપાસ ડિઝાઇન કરાયેલો આ લોગો છેલ્લા ૧૩ વર્ષથી રાજ્યના દૃરેક સરકારી પ્રોજેક્ટ, વેબસાઇટ અને ઇમારતો પર ફરજિયાત દૃર્શાવવામાં આવતો હતો.
