દિૃલ્હી-નિઝામુદ્દીન તરફ જઈ રહેલી ત્રિવેન્દ્રમ-હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસના મ્૧ કોચમાં આગ ભભૂકી
આજે વહેલી સવારે ત્રિવેન્દ્રમ-હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ (૧૨૪૩૧)ના બે કોચમાં ભીષણ આગ લાગતા ટ્રેનમાં સવાર મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દૃુર્ઘટના મધ્ય પ્રદૃેશના રતલામથી આશરે ૧૧૦ કિલોમીટર દૃૂર સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ, દિૃલ્હી-નિઝામુદ્દીન તરફ જઈ રહેલી ત્રિવેન્દ્રમ-હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ (૧૨૪૩૧)ના મ્૧ કોચમાં રવિવારે સવારે લગભગ ૫.૩૦ વાગ્યે લૂણી-વિક્રમગઢની વચ્ચે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જેના કારણે દિૃલ્હી-મુંબઈ રેલમાર્ગ પર ટ્રાફિક અસરગ્રસ્ત થયો છે.
એવું કહેવામાં આવી રહૃાું છે કે, ટ્રેનમાં અચાનક ધુમાડો દૃેખાયો અને થોડી જ વારમાં આગે વિકરાર સ્વરૂપ ધારણ કર્યુ હતું. જોત જોતામાં થર્ડ એસી અને જીન્ઇ કોચ આગની ઝપેટમાં આવી ગયો હતો. આના કારણે દૃૂર-દૃૂર સુધી ધુમાડો અને જ્વાળા દૃેખાઈ રહી હતી, જેના કારણે ટ્રેન અને આસપાસના વિસ્તારમાં પણ હડકંપ મચી ગયો હતો.
આ દૃુર્ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે દૃોડી આવી હતી. મ્૧ કોચમાં ૬૮ મુસાફરો હતા. માત્ર થોડી સેકન્ડમાં આગ આખા કોચમાં ફેલાઈ ગઈ હતી. જે બાદૃ ગાર્ડે તરત જ લોકોપાયલટને જાણ કરી અને ટ્રેન ઉભી રાખી દૃેવામાં આવી હતી અને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઇઁહ્લ સ્ટાફ અને અન્ય કર્મચારીઓએ ૧૫ મિનિટમાં આખો કોચ ખાલી કરાવ્યો હતો અને ટ્રેનનું વીજ કનેક્શન પણ તરત જ કાપી દૃેવામાં આવ્યું હતું. હાલ દિૃલ્હી-મુંબઈ રેલવે ટ્રેક પર ટ્રાફિક રોકી દૃેવામાં આવ્યો છે. રેલવેના સિનિયર અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.કોટા રેલમંડળના સિનિયર ડ્ઢઝ્રસ્ સૌરભ જૈને જણાવ્યું કે, ટ્રેન નંબર ૧૨૪૩૧ ત્રિવેન્દ્રમ-હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસના બે કોચમાં આગ લાગી હતી.
